નરસંડા ચોકડી હાઇવે ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- ૩૯,૦૦૦/- (૩ કિં.રૂ.૪૨,૬ર,૦૦૦/- તથા ટાટા ટ્રક તથા મોબાઇલ નંગ ૧ મળી કુલ્લે ૬૨,૬૮,૨૮૦/- પ્રોહી મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડતાલ પોલીસ ટીમ મહે,
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા તેમજ અસરકારક કામગીરી કરવા આપેલ જરૂરી સુચના નાયબ પોલીસ અધિક્ષક નડીઆદ વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન આપેલ જે અંગે પ્રોહી-જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ
બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય અને ના પો અધિ.સા નડીયાદ વિભાગ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ.દરમ્યાન આજરોજ તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ વડતાલ સર્વેલન્સ સ્કોડના માણસો પ્રોહી જુગાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન આર.કે.પરમાર પો.ઇન્સ. વડતાલ પોલીસ સ્ટેશન તથા હેડ.કો. કનકસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે વડોદરા તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી હકિકત આધારે વોચ તપાસમાં રહેતા ટાટા ટ્રક માં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૩૬,૦૦૦/- કિ.રૂ. કિ.રૂ.૪૨,૬૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબજે કરેલ પ્રોહી મુદ્દામાલ(૧) “ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેશ્યલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી” ના ૭૫૦ મી.લીની બોટલો નંગ- ૫૬૪ કિ.રૂ.૨,૨૫,૬૦૦/-(૨) “ઓફિસર ચોઇસ ક્લાસિક વ્હિસ્કી સ્કોચ મેલ્ટ્સ એન્ડ ફાઇનેસ્ટ ઇન્ડયન વ્હિસ્કી” ૭૫૦ મી.લી.ની કંપની સીલબંધ બોટલો નંગ-૧૬૪૪ ની કિ.રૂ.૬,૫૭,૬૦૦/-(૩)
“ગ્લોબસ સ્પીરીટ ડ્રાય જીન”ના ૧૮૦ મી.લી.ના કંપની સીલબંધ કવાટર નંગ- ૧૨૯૬ કિં.રૂ.૧,૨૯,૬૦૦/-(૪) “વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર” ૧૮૦ મી.લી.ના કંપની સીલબંધ કવાટર નંગ-૨૭૫૦૪કિં.રૂ.૨૭,૫૦,૪૦૦/- (૫) “રોયલ વોડકા”ના ના ૧૮૦ મી.લી.ના કંપની સીલબંધ કવાટર નંગ-૪૯૯૨ કિં.રૂ.૪,૯૯,૨૦૦/-(૬) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫૦૦૦/-(૭) ટાટા કંપનીની ન્ઁ્-૩૧૧૮ મોડેલની ટ્રક નં- ઇત્ન,૦૪,ય્છ.૪૫૬૭ કી.રૂ. ૨૦,૦૦,૦૦૦/-
(૮) આરોપીઓની અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ. ૧૨૮૦/-પકડાયેલ આરોપીઓ(૧) કિશોરકુમાર સ/ઓ બંસીધર કાનારામ મીણા રહે ગામ સીહોટ, બડી સરકારી સ્કુલ પાસે તા.ધોદ જી.સીકર રાજસ્થાન (૨) બલવીરસીંગ સ/ઓ મોહનરામ લોપારામ જાટ રહે ગામ સીહોટ બડી બિન્દાસી રોડ તા.ધોદ જી.સીકર રાજસ્થાન નહી પકડાયેલ આરોપીઓ(૧) ટ્રક નંબર ઇ.૦૪.૬૪૫૬૭ ના માલિક પ્રિતિ ભવરસિંગ યાદવ રહે એ-૧,
જમના લાલ બજાજ માર્ગ દ્વારકાપુરી સી-સ્કીમ જયપુર(રાજસ્થાન)(૨) મુકેશભાઇ સેવદા રહે. ગામ લોસલ તા.ધોદ જી.સીકર રાજસ્થાન નાઓએ દાસાકી ઢાણી રેલવે ક્રોસીંગ(રાજસ્થાન)(૩) મોબાઇલ નંબર ૯૩પ૨૭૧૫૨૧૦ ધારક વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર.