મોરવા હડફના ભંડોઈ ગામે ખેતરમાં અફીણના જથ્થો ઝડપાયો
(તસ્વીર: મનોજ મારવાડી) ગોધરા, મોરવા હડફ તાલુકામાં આવેલ ભંડોઈ ગામે પોતાના ભોગવટા ના ખેતરમાં એક ઈસમ અફીણના છોડનું વાવેતર કરી રહ્યાની બાતમી એસઓજી શાખા પંચમહાલને મળતા તેઓએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અફીણના છોડ સહિત 76 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર એસઓજી શાખા ગોધરામાં ફરજ બજાવતા એ.એસ.આઇ ઇન્દ્રસિંહ જશવંતસિંહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે મોરવા હડફ તાલુકામાં ભંડોઇ ગામે આવેલા રામદેવ ફળિયામાં રહેતા લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણા પોતાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરી રહ્યાની બાતમી મળી હતી
જે બાકીના આધારે એસ.એસ.જી ની ટીમ સહિત મોરવા હડફ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા લાલુભાઈ પ્રતાપભાઈ મકવાણા ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા અફીણના છોડ નંગ 1014 જેનું કુલ વજન 25.490 કિલોગ્રામ જેની કિંમત 76470 ના મુદ્દામાલ પોતાના ખેતરમાં અફીણના છોડના વાવેતર કરતા એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા
એસઓજી પોલીસે લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણાની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.