એ.આર. રહેમાન પાસે ફી ભરવા માટેના પૈસા પણ નહોતા
મુંબઈ, આ વાર્તા છે, સંગીતકાર એ.આર.રહેમાનની. આજે એ.આર.રહેમાન પોતાના સંગીતથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત થઈ ગયા છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો.
તેમનું મૂળ નામ એએસ દિલીપ કુમાર છે. તેમના પિતા પણ સંગીતકાર હતા અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ માટે સંગીત આપતા હતા. એઆર રહેમાને ૪ વર્ષની ઉંમરે પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું.
સંગીતમાં તેમનો રસ વધ્યો અને નાનપણથી જ તેમણે તેમના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. જાેકે, જ્યારે તે ૯ વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું અવસાન અજાણ્યા રોગથી થયું હતું. તેમના પિતાના આકસ્મિક અવસાનને કારણે, તેમના પરિવારને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, તેથી તેમના પરિવારને ટેકો આપવા માટે, તેમણે ૧૧ વર્ષની ઉંમરે વ્યવસાયિક રીતે પિયાનો વગાડવાનું શરૂ કર્યું. આ કારણે તેણે પોતાની શાળા પણ છોડી દેવી પડી હતી.
જાેકે, પછીથી તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરવા ગયા, પરંતુ તેમની માતાની સંમતિથી, તેમણે સંગીતમાં કારકિર્દી બનાવવા માટે શાળા છોડી દીધી. આ પછી તેણે પોતાનું બેન્ડ પણ શરૂ કર્યું. બાદમાં તેણે જાહેરાતો માટે જિંગલ્સ બનાવવાનું શરૂ કર્યું. તેણે ૩૦૦ થી વધુ જિંગલ્સ લખી અને કંપોઝ કરી. ધીમે-ધીમે તેના કામને ઓળખ મળી અને ટૂંક સમયમાં તેને ફિલ્મોમાં પણ કામ મળવા લાગ્યું. રોજા ફિલ્મના સંગીત માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
આ પછી તેણે ક્યારેય પાછું વળીને જાેયું નથી. બોલિવૂડ ફિલ્મો માટે રચાયેલા તેમના ગીતોની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રશંસા થઈ હતી. વર્ષ ૨૦૦૯માં તેને સ્લમડોગ મિલિયોનેર ગીત માટે ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.
ક્યારેય ફી ચૂકવી ન શકવાને કારણે શાળા છોડી દેનાર એ.આર. રહેમાનને બાદમાં ટ્રિનિટી કોલેજ, ઓક્સફર્ડમાંથી શિષ્યવૃત્તિ મળી અને ત્યાંથી તેણે વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં ડિગ્રી મેળવી. એઆર રહેમાન, જેમણે પોતાનું આખું બાળપણ સંઘર્ષમાં વિતાવ્યું, તે આજે ભારતના સૌથી સફળ સંગીતકાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દેશમાં સૌથી વધુ કમાણી કરનાર સિંગર પણ છે.
એક ગાયક તરીકે તેને એક ગીત માટે ૩ કરોડ રૂપિયા સુધી મળે છે. તે કોન્સર્ટમાં ગાવા માટે પણ કરોડો રૂપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર તેમની સંપત્તિ અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા છે.SS1MS