ખેડબ્રહ્મા કોલેજમાં ભરતી મેળો યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી. ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા, નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા, જિલ્લા રોજગાર કચેરી હિંમતનગર ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. એમ. બી.પરમારે મહેમાનોનું સ્વાગત અને પરિચય કરાવ્યો હતો. જ્યારે સંસ્થાના મંત્રી શ્રી હરિહર પાઠક અને કિરણ પટેલ- પ્લેસમેન્ટ ઓફિસર જિલ્લા રોજગાર કચેરી હિંમતનગરે પ્રસંગિક ઉદબોદન કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પૂર્વ આચાર્ય અને સહમંત્રી શ્રી એન.ડી.પટેલ શ્રીમતી નિધીબેન પટેલ નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન ડૉ. રોહિતભાઈ દેસાઈએ કર્યું હતું. રોજગાર મેળામાં વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ અંજાર, બિઝનેસ મની સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ બારડ,જે.વી. મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ અને એલ.આઈ.સી. લીમીટેડ ઓફ ઈન્ડિયા ખેડબ્રહ્મા જેવી કંપનીઓએ ભાગ લીધો હતો. રોજગાર મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી ૮૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખેડબ્રહ્મા કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના સંયોજક ડો હરપાલસિંહ ચૌહાણ અને ડૉ. રોહિતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.