બોક્સ ઓફીસ પર વાગ્યો લાલ સલામનો ડંકો
મુંબઈ, જેલરમાં પોતાનો જાદુ બતાવ્યા પછી, રજનીકાંતે હવે આ વર્ષની તેમની પ્રથમ ફિલ્મ ‘લાલ સલામ’ સાથે સ્ક્રીન પર એન્ટ્રી કરી છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ આજે (૯ ફેબ્રુઆરી, ૨૦૨૪) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે.
લાલ સલામના પ્રથમ દિવસના કલેક્શનના પ્રારંભિક આંકડા બહાર આવ્યા છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, ‘લાલ સલામ’ એ અત્યાર સુધીમાં પ્રથમ દિવસે થિયેટરોમાં ૪.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મના આખા દિવસના કલેક્શન વિશે વાત કરતાં ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે લાલ સલામ ૮-૧૦ કરોડ રૂપિયામાં ઓપન થઈ શકે છે. રજનીકાંત સ્ટારર ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. તમિલ ભાષી રાજ્યોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેથી આ પ્રદેશોમાં ફિલ્મની કમાણી સારી રહી શકે છે.
ઓરમેક્સ ઈન્ડિયા અનુસાર, ‘લાલ સલામ’ માત્ર તમિલ ભાષાના વર્ઝનમાં ૫.૧ કરોડ રૂપિયાની કમાણી કરશે. લાલ સલામનું નિર્દેશન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે કર્યું છે. આવી સ્થિતિમાં રજનીકાંતે તેમને તેમની પુત્રીની ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે.
રજનીકાંતે ઠ એકાઉન્ટ પર લખ્યું- ‘મારી પ્યારી મા ઐશ્વર્યાને અંબુ સલામ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી ફિલ્મ ‘લાલ સલામ’ મોટી સફળતા મેળવે. લાલ સલામ’ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. ‘લાલ સલામ’માં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત લીડ રોલમાં છે.
ફિલ્મમાં રજનીકાંતનો કેમિયો છે અને તેની સાથે વિગ્નેશ, લિવિંગસ્ટોન, સેંથિલ, જીવિતા, કેએસ રવિકુમાર અને થમ્બી રામૈયા પણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે આ ઉંમરે પણ રજનીકાંતની ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી. આજે પણ તેની એક ઝલક જોવા ફેન્સ તલ પાપડ રહે છે.SS1MS