Western Times News

Gujarati News

દહેગામ તાલુકાના નાંદોલ સહકારી મંડળીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય

દહેગામ, દહેગામ તાલુકાના નાંદોલ સેવા સહકારી મંડળીની ર૦ર૪થી પાંચ વર્ષની મુદત માટે યોજાયેલી વ્યવસ્થાપક કમિટી સભ્યોની ચૂંટણીમાં ૧૧ ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ૧૩ સભ્યોમાં બે મહિલા સભાસદો પહેલેથી જ બીનહરીફ વિજેતા જાહેર થયા હતા જયારે ૧૧ બેઠકો માટે મતદાન થયું હતું.

૩૬ વર્ષથી સંસ્થાના ચેરમેન વિનોદચંદ્ર પટેલની જીત આ વખતે પણ થઈ હતી અને સૌથી વધુ મતો સુરેશભાઈ પટેલે મેળવ્યા હતા. નાંદોલ સેવા સહકારી મંડળીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો.

સમગ્ર દહેગામ તાલુકાની અંદર સહકારી મંડળીની અંદર એક આગવી છાપ ધરાવતી નાંદોલ સેવા સહકારી મંડળી છે નાંદોલ બટાકાની ખેતી અને અન્ય ખેતીમાં અગ્રેસર ગણાય છે ત્યાંની મંડળીના સભ્ય થવું એ ગૌરવની વાત જેવી હોય છે અને તેનો સફળ અને સુંદર વહીવટ અત્યાર સુધી રહેલો છે.

વિજેતા ઉમેદવારોને મળેલ મત ઃ દિનેશચંદ્ર કેસવલાલ પટેલ-૪૭૪, નૈલેશકુમાર નટવરલાલ પટેલ ઃ ૪૭૭, નરેશકુમાર પ્રભુદાસ પટેલ-૪૭૮, પ્રકાશકુમાર અરવિંદભાઈ પટેલ ઃ ૪૦૮, પ્રકાશકુમાર ઈશ્વરભાઈ પટેલ ઃ ૪૭૧, વિનોદચંદ્ર હીરાભાઈપટેલ ઃ ૪૭૧, વિપુલકુમાર વિષ્ણુભાઈ પટેલ ઃ ૪૭૧, સુરેશકુમાર ભાનુભાઈ પટેલ ઃ ૪૭૯, શૈલેષકુમાર ભોગીભાઈ પટેલ ઃ ૪૬૮ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.