Western Times News

Gujarati News

ભાડાની રકઝકમાં રિક્ષાચાલકે મુસાફરને છરી મારી દીધી

અમદાવાદ, રામોલ વિસ્તારમાં ભાડા મુદ્દે મુસાફરે રકઝક કરતાં શટલ રિક્ષાચાલકે છરીના ઘા ઝીંકી દેતા પોલીસે રિક્ષાચાલકને ઝડપી લીધો છે.

મૂળ બિહારના અને હાલ રામોલમાં રહેતા સકુરઆલમ શેરશાવાદી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગત તા.૧ જાન્યુઆરીના રોજ સકુરઆલમ તેમના મિત્રો મુજમ્મીલ, આરીફ અને અબ્દુલકલામની સાથે કાંકરિયા લેક ફરવા જવા નીકળ્યા હતા.

રિક્ષાની રાહ જોઇને રસ્તા પર ઊભા હતા એટલામાં એક રિક્ષાચાલક આવ્યો હતો અને તેણે કાંકરિયા માટે રૂપિયા ૩૦ ભાડું કહ્યું હતું. આથી સકુરઆલમે આટલું ભાડું ન હોય, ભાડું તો રૂપિયા ૨૦ ચાલે છે એમ કહી બીજી રિક્ષા માટે રાહ જોઇશું એમ કહ્યું હતું.

આથી રિક્ષાચાલકે પડકાર ફેંક્યો કે ઇમરાન ઝિંગાની રિક્ષામાં બેસવાની ના પાડી છે તો જોઉં છું કે હવે તમને કોણ રિક્ષામાં બેસાડે છે એમ કહીને તકરાર શરૂ કરી હતી. આ દરમિયાન અન્ય રિક્ષા આવતાં ઇમરાને ફરીથી ઝઘડો શરૂ કર્યાે હતો એટલે અન્ય રિક્ષાવાળો જતો રહ્યો હતો.

આ તરફ ઇમરાને સકુરઆલમ અને તેના મિત્રો સાથે રીતસર ઝપાઝપી અને મારામારી શરૂ કરી હતી. ઇમરાને છરી કાઢી એટલે સકુરઆલમનો મિત્ર મોહમ્દ સરફરાજ વચ્ચે પડતાં તેને એક ઘા મારીને તે નાસી છૂટ્યો હતો. પોલીસે ઇમરાનને ઝડપી લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.