2027 સુધીમાં ગુજરાતને વિશ્વ ફલક પર અંકિત કરવાનો રોડમેપ તૈયાર
ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલશ્રીનું સંબોધન રાજ્યના વિકાસનું ચિત્ર રજૂ કરે છે :- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
Ø રાજ્ય સરકારે જગંલો, પહાડી વિસ્તાર, દુર્ગમ વિસ્તારોમાં પણ વિવિધ પાણી પુરવઠા જૂથ યોજનાથી પીવાના પાણી પહોંચતા કર્યા
Ø રાજ્યમાં 3112 કિ.મી.ની મુખ્ય પાઇપલાઇન નેટવર્ક થી 236 શહેરોને જૂથ પાણી યોજનાનું પાણી પહોંચ્યુ છે
Ø કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ : રાજ્યમાં દર વર્ષે 54 લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરાય છે
Ø રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પરના છેલ્લા દિવસની ચર્ચામાં સહભાગી થતા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉદ્યોગેને પ્રોત્સાહન અને રોજગારની તકો ઉપલબ્ધ થતા દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થા સુદ્રઢ બને છે.
આજે વિધાનસભા ખાતે રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે,આફતને અવસરમાં પરિણમવાનો ગુજરાતીઓનો મિજાજ રહ્યો છે.રાજ્ય પર આવેલી કુદરતી કે માનવસર્જિતતમામ આફતોમાં સરકાર પ્રજાની પડખે ઉભી રહીને સ્થિતિને પૂર્વવત કરવામાં હરહંમેશ કાર્યશીલ રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અન્નપૂર્ણા બનીને દેશના ગરીબો માટે વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ કરાવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના માધ્યમથી રાજ્યના ગરીબ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવામાં આવી રહી છે.રાજ્યના 7.84 લાખ અંત્યોદય કુટુંબને કુટુંબ દીઠ પ્રતિમાસ 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા આમ કુલ 35 કિલો અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.
જયારે અગ્રતા ઘરાવતા રાજ્યના 3.12 કરોડ જન સંખ્યાને પ્રતિમાસ પ્રતિવ્યક્તિ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળીને 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે.ગુજરાતની જન સંખ્યાના અંદાજીત 50 ટકા જેટલા લોકોને આ યોજનાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
મંત્રીશ્રીએ ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા પાણી ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે કહ્યું કે, રાજ્યની બહેનો માટે ઘરવપરાશ કે પીવા માટે કુવા કે તળાવે પીવાના પાણી ભરવા જવાની સ્થિતિ ભૂતકાળ બની છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં 100 ટકા ગ્રામીણ ઘરોમાં નળ કનેકશન પૂર્ણ થયા છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના આદિવાસી વિસ્તાર, દુર્ગમ, ડુંગરાળ વિસ્તારો તેમજ જંગલમાં રહેતા લોકોને પાણીની વ્યવસ્થા માટે જે ઝઝુમવુ પડતું. આજે એસ્ટોલ જેવી યોજના તેમજ વિવધ પાણી પુરવઠા જુથ યોજનાઓ દ્વારા આ મુશકેલીઓ દૂર થઇ છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, આજે રાજ્યના વિવિધ ડેમ અને ચેકડેમોમાં પણ પીવાના પાણીના જથ્થા માટે પાણી આરક્ષિત કર્યું છે.
રાજ્યના 18 હજાર 500 ગામોમાંથી 14 હજાર ગામોમાં સરફેસ વોટર આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ આપણે કાર્યરત કરી છે અને બાકીના જ્યાં સ્થાનિક સોર્સથી પાણી પહોંચાડી શકાય તેવું નથી તેવા 4500 ગામોમાં લોકલ સોર્સ આધારિત પાણી પહોંચાડવાનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
તેમણે વધુમા કહ્યું કે,રાજ્યમાં 3112 કિ.મી.ની મુખ્ય પાઇપલાઇનનું નેટવર્ક પાથરીને રાજ્યના 236 શહેરોને જૂથ પાણી યોજનાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે.
મંત્રીશ્રીએ નર્મદા યોજના વિશે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, ભૂતકાળમાં નર્મદા યોજના માટે બોન્ડ બહાર પાડવામાં આવતા હતા . રૂ. 300 કરોડના બોન્ડ ઇસ્યુને પણ મોટી સફળતા ગણાવમાં આવતી. 300 કરોડની સામે 574 કરોડ રૂપિયાની લોકો દ્વારા મેળવેલી મદદથી નર્મદા પ્રત્યેની ચાહ બતાવીને ગર્વ લેતા હતા. વધુમાં સરદાર સરોવર યોજના પૂરી કરવા માટે 18 ટકાના વ્યાજે પૈસા લઇ સરદાર સરોવર બંધના બાંધકામનું કામ પૂરું કરવાની ફરજ પડી હતી.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળતા આ રૂપિયા પ્રજાને પરત કરીને સરદાર સરોવર યોજનાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવાનું બીડુ ઝડપ્યું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે,રાજ્યને કુપોષણ મુક્ત સરકાર કટબિધ્ધ છે.રાજ્યમાં દર વર્ષે 54 લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.પાંચ વર્ષ સુધીની વયના બાળકોમાં ઘરે ઘરે તપાસ કરીને કુપોષના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલીત સંભાળ કેન્દ્રો અને સી.એમ.ટી.સી.માં કુપોષિત માંથી સુપોષિત કરવાના પ્રયાસો હાથ ધરાય છે.