ફિલ્મમાં ૫ સેકેંડના રોલે મનોજ રોયની કિસ્મત બદલી નાખી
મુંબઈ, રજનીકાંત એક સમયે કંડકટર હતા, પરંતુ આજે ભારતીય સિનેમાના એક મોટા સ્ટાર છે. જેકી શ્રોફ ઝુંપડીઓમાંથી નીકળી બાલીવુડ સ્ટાર બન્યા. સિનેમામાં ઘણા સ્ટાર્સ રંકમાંથી રાજા બન્યા છે, જે આજે આલીશાન જીવન જીવે છે અને કરોડો કમાય છે.
એક્ટર મનોજ રોયની કિસ્મત પણ આવી જ એક ફિલ્મે બદલી, જે એક સમયે દિલ્હીના જંતર-મંતર પર ભીખ માંગી જીવન પસાર કરતા કરતા હતા, આમિર ખાનની ફિલ્મ ‘પીકે’માં એમનો ૫ સેકન્ડનો રોલ ટર્નિક પોઇન્ટ સાબિત થયો. મનોજ રોયના પિતા રોજિંદા મજૂર છે.
અભિનેતાના જન્મ પછી તરત જ તેની માતાનું અવસાન થયું. જ્યારે તેમના પિતા બીમારીથી પીડાતા હતા, ત્યારે તેઓ એક એક રૂપિયા માટે તરસતા હતા. તેણે અભ્યાસ છોડી દીધો અને ભીખ માંગવા લાગ્યો. વધુ સારા કામની શોધ તેમને દિલ્હી લઈ આવી, પરંતુ અહીં પણ તેઓ નિરાશ થયા.
તેણે અંધ વ્યક્તિ તરીકે કામ કરીને દિલ્હીમાં ભીખ માંગવાનું શરૂ કર્યું. મનોજ રોયે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેમને ફિલ્મ ‘પીકે’માં કામ કરવાની ઓફર મળી. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે હું જંતર-મંતર પર ભીખ માંગી રહ્યો હતો ત્યારે બે લોકો મારી પાસે આવ્યા અને પૂછ્યું કે શું હું એક્ટિંગ જાણું છું? મેં તેમને કહ્યું કે હું અંધ હોવાનો ડોળ કરીને દિવસમાં બે ટાઈમનું ભોજન મેળવું છું.
બંને સજ્જનોએ મનોજ રોયને ૨૦ રૂપિયા સાથે તેનો ફોન નંબર આપ્યો અને ચાલ્યા ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોજ રોય ત્યારબાદ બિખારીના રોલ માટે ઓડિશન આપવા માટે નેહરુ સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં તેના સિવાય ૭ વધુ બિખારીઓ ઓડિશન આપવા આવ્યા હતા. તે યાદ કરી જણાવે છે કે, ‘મને અભિનેતા અને ફિલ્મની પરવા નહોતી.
મારા માટે સિલેક્ટ થવા સુધી ખોરાક જ મહત્વપૂર્ણ હતો. મનોજ રોયની ૫ સેકન્ડની ભૂમિકાથી કમાયેલા પૈસાથી તેનું નસીબ બદલાઈ ગયું. તે પોતાના ગામ પાછો ફર્યો અને ત્યાં એક દુકાન ખરીદી. તે કહે છે, ‘મારી પાસે દુકાનનું કામ છે, ફેસબુક એકાઉન્ટ છે અને એક સુંદર ગર્લફ્રેન્ડ છે.
લોકો તેને પ્રેમથી પીકે હની સિંહ કહે છે. જો તેને ફિલ્મ ‘પીકે’માં ૫ સેકન્ડનો પણ રોલ ન મળ્યો હોત તો કદાચ તેનું નસીબ ખરાબ હોત. ‘પીકે’ બ્લોકબસ્ટર હતી, જેણે બોક્સ ઓફિસ પર ૭૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત અને અનુષ્કા શર્મા પણ લીડ રોલમાં છે.SS1MS