Western Times News

Gujarati News

વડતાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

વડતાલ ગ્રામ પંચાયતને ઓડીએફ પ્લસ તરીકે મોડેલ ગ્રામ પંચાયત બનવા માટે સરપંચને સન્માનિત કરવામાં આવ્યા

(પ્રતિનિધિ)નડિયાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડતાલમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નડિયાદ તાલુકાના વડતાલ ગામે પહોંચી હતી. દિલ્હી મેડિકલ એજ્યુકેશનના જાઈન્ટ સેક્રેટરી ડા. વિપુલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ

અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના અધ્યક્ષતામાં વડતાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અતંર્ગત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમા ઉપÂસ્થત તમામ મહાનુભાવો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ વિકાસની પક્રિયામાં સહભાગીદાર બનવા એકસૂરમાં અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.

તથા રમત-જગત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે વડતાલ ગ્રામ પંચાયતને ઓડીએફ પ્લસ તરીકે મોડેલ ગ્રામ પંચાયત બનવા માટે સરપંચ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડા. વિપુલ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓના સુચારુ સંચાલન દ્વારા છેવાડાનાં માણસને યોજનાકીય લાભ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે.

ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં યોજનાઓની સાચી અને સચોટ જાણકારી લઈ તેનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. ડા. વિપુલ અગ્રવાલે ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ અને નિક્ષય પોષણ યોજનામાં નામ નોંધણી કરાવી યોજનકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અને નડિયાદ ધારાસભ્યએ સરકારની યોજનાઓનો લાભ લેવા તથા અન્ય લોકોને પણ યોજનાકીય લાભો અપાવવા મદદ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પંકજભાઈ દેસાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને મળેલ સહાયની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગાસ્વરૂપ યોજના, પીએમ કિશાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પોષણ યોજના અંતર્ગત સહાય રકમના ચેક, ગેસ કીટ, પોષણ કીટ વગેરે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત મેરી કહાની મેરી જુબાની થકી લાભાર્થીઓ દ્વારા યોજનાકીય લાભની વાત કરી અન્ય લોકોને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં બાસ્કેટ બોલમાં નેશનલ અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વડતાલ ગામના ખેલાડીઓનું પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ યોજના, જલ જીવન મિશન, મનરેગા, પીએમ આવાસ, આયુષ્યમાન ભારત, પીએમજેવાય-મા યોજના અને ખેતીવાડી વિભાગ દ્વારા યોજનાકીય માહિતિ આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

મહાનુભાવો દ્વારા આ સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.વડતાલ પ્રા.શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને લોકોને પ્રાકૃતિક ખેતી માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ માટેનો સંદેશ સાંભળવામાં આવ્યો હતો.

સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારતને ૨૦૪૭ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ બનાવવાનો સંકલ્પ માટે શપથ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં, તાલુકા પંચાયત પ્રમુખ , તાલુકા પંચાયત સભ્ય, તાલુકાના અગ્રણીઓ, આરોગ્ય વિભાગ કનસલ્ટન્ટ ભૂપેન્દ્રસિંહ, સીડીએચઓ ખેડા ધ્રુવે, ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, વડતાલ સરપંચ ગ્રામ પંચાયત સભ્યો, અગ્રણીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપÂસ્થત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.