ઈડરના ગોરલ ગામે સત્સંગ મેળાવડો યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઈડરના ગોરલ ગામે પ.પૂજ્ય સંત રામજીબાપા (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાયો હતો.યજમાનો સહિત ગ્રામજનો અને ભાવિકોએ સામૈયું કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું.
પ. પૂ. રામજીબાપાએ આત્મવાણી રેલાવત જણાવ્યું કે મહામુલું માનવ જીવન મળ્યું છે,માટે તક ઝડપી લઈને ભગવાનની પ્રાપ્તિ કરી લેવાનો અવસર ગુમાવવા જેવો નથી.આપણા આત્માની કાળજી કરો , આપણું મૂળ ઘર પરમાત્મા છે.આ ઘર,ગાડી,બંગલા બધું હશે એ સાથે આવવાન નથી.
અંતર નો પ્રેમ જાગે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. માંડ માંડ ખ્યાલ કરીએ છીએ કે અમે દેહધારી છીએ. અથાગ પુણ્ય ભેગા થવાથી મનુષ્યનો દેહ મળ્યો છે.એ વાત અંકે કરી લઈએ મીરાબાઈ,શબરીબાઈ,શ્રીમદ્ રામજીબાપા ( લક્ષ્મી પૂરા),શ્રીમદનાથુબાપા ( મુનાઈ ),
શ્રીમદ્ જેસિંગબાપા ( ગોધમજી) જેવા સમર્થ સંતો આપણી વચ્ચે થઈ ગયા એ આપણું મોટું સદ્ ભાગ્ય ! ઈશ્વરની કૃપા અને કરુણાનો કોઈ પાર નથી.જન્મ પહેલાં બાળક માટે ભગવાને દૂધ બનાવીને મોકલ્યું છે.તેને આપણે ભૂલી ગયા છીએ. ઘટ વૈરાગ્યથી સતપુરુષોની ઓળખ થાય છે.
પૂ.રામજીબાપાએ જણાવ્યું કે આપણો માલિક ભગવાન છે.આપણાથી ઘણીપણું ન કરાય. સુદામાના રોમેં રોમ કૃષ્ણ કૃષ્ણના નાદ સંભળાતા હતા.પોતાના બળથી ભક્તિ ના થાય અને ગુરુ વિના જ્ઞાન ના થાય . દેહના ભાવ સળગાવી દો તો ભગવાન ભગવાનનું સાંભળે.
આપણા માથે કાળચક્ર ફરી રહ્યું છે.હમણાં લીધા કે લીધા, ત્રણ વાતો મળવી દુર્લભ છે,પરમાત્માની ભક્તિ,સદગુરુનું શરણ અને એમની આજ્ઞાનું પાલન કરવુ એ ખૂબ મોટી વાતો છે. ભક્તિ એ તો અંતર્મુખ થવાનો માર્ગ છે. આપણા રામજીબાપા ( લક્ષ્મીપુરા ) એ ક્યારે સુખ માંગ્યું જ નથી.ભગવાન પાસે દુઃખ જ માંગ્યું છે.દુઃખમાંજ ભક્તિ થાય. સંતપુરુષ સિવાય રાગ કરવા જેવો નથી.
ગોરલ ગામના ગં.સ્વ. સજ્જનબા તેજસિંહજી ચૌહાણ,વિક્રમસિંહજી તેજસિંહજી ચૌહાણ, ધનંજયસિંહજી વિક્રમસિંહજી, આચાર્યશ્રી, તેમજ સમસ્ત ચૌહાણ પરિવાર તથા ગોરલ ગ્રામજનોના સહયોગથી આ સતસંગ મેળાવડાનું સુંદર આયોજન સંપન્ન થયું હતું.જેમાં મોટી સંખ્યામ મુમુક્ષુ, ભાવિકો અને ધર્મપ્રેમીજનોએ સત્સંગનો લ્હાવો લીધો હતો..