પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ
(એજન્સી)વાપી, યુવાનોને વિદેશ જઈ ડોલર કમાવાના અરમાનો સેવી અનેક લોકો ઘણીવાર લાલચમાં ગેરકાયદેસર ખોટા નામ ધારણ કરીને કે બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જતા હોય છે. વલસાડ જિલ્લામાં બોગસ ઓળખ કાર્ડ અને દસ્તાવેજાે ના આધારે પાસપોર્ટ બનાવવાનો રેકેટ બહાર છે.
પોલીસે રેકેટ ચલાવતા એક માસ્ટરમાઈન્ડ આરોપીની અટકાયત કરી છે. આરોપી પાસેથી ૧૦ થી વધુ બોગસ દસ્તાવેજાેને આધારે બનાવેલા પાસપોર્ટ કબ્જે કર્યા છે અને આરોપીએ અત્યાર સુધી અનેક લોકોના બોગસ દસ્તાવેજાેના આધારે પાસપોર્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
વલસાડ પોલીસના જાપ્તામાં ઊભેલો આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ સોહેલ શેખ. જેને એક એવો ગંભીર ગુનો કર્યો છે કે જેને જાણીને ચોંકી જશો. વલસાડ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના મોહમંદ સોહેલની અટકાયત કરી છે. મોહમદ સોહિલના પિતાનું અસલી નામ સરફુદ્દીન શેખ છે.
પરંતુ તેની પાસે મળી આવેલ પાસપોર્ટમાં મોહમંદ શેખના પિતાનું નામ ઇમરાન શેખ હોવાનો ખુલાસો થયો છે. આમ આરોપી પાસે ૨ પાસપોર્ટ મળી આવેલા છે. આરોપીના ઘરે રેડ દરમિયાન પોલીસ ને ભારત ગણરાજ્યનો પાસપોર્ટ તથા જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ જે પોતાના આર્થિક ફાયદા સારૂ વિદેશ જવા માટે પોતાની ખોટી વિગતો જણાવી હતી.