હળવદ મહર્ષિ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
ગુરકુળના ૨૫૦ વિદ્યાર્થીઓ એ ૧૨૬ વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવી સમજૂતી આપી
(પ્રતિનિધિ) હળવદ, આજરોજ ૨૪ ડિસેમ્બરના રોજ હળવદ સ્થિત મહર્ષિ ગુરૂકુળ કેમ્પસમા મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ(ઝ્રમ્જીઈ)ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦મા સૂચવેલ પ્રોજેક્ટ વર્ક, બેગલેસ-ડે, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સી અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન તૈયાર કરવામા આવ્યુ હતુ. સ્કૂલના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૧૨૬ જેટલા જુદા-જુદા પ્રોજેક્ટ બનાવીને પૃથ્વી પરના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કુદરતની વિસ્મયકારક ઘટનાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જેમા વિદ્યાર્થીઓ એ સ્માર્ટ વિલેજ,સિક્યુરિટી સિસ્ટમ, એગ્રીક્લચર,સોલાર ઇરીગેશન, અર્થકિવક ડીટેકટર,બલૂન કાર,એ.ટી. એમ મશીન,રેઈન વોટર હાવેર્સ્ટિંગ, ડ્રોન,રોબોટિક્સ,રિવર ક્લિનિંગ બોટ, ઇલેક્ટ્રિક કાર,ફિલ્ટર,જનરેટર,ઈ.વી. એમ. મશીન,મેઝિક સર્કલ,ઓઇલ પંપ જેક,માનવ ઉત્ક્રાંતિ ગ્રાફ,ફ્રેઝ ઓફ અર્થ, પ્રકાશની વિવિધ ઘટનાઓ, પૃથ્વી પર દેખાતી દિવસ-રાતની ઘટનાઓ જેવા અનેકવિધ વિષયો પર મોડેલની પ્રસ્તુતિ કરી હતી.જેના થકી મહર્ષિ ઈંગ્લીશ સ્કૂલના શિક્ષક મિત્રો દ્વારા બાલ પ્રતિભાઓને ખીલવવાનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો.
મહર્ષિ ગુરૂકુળના એમ.ડી રજનીભાઇ સંઘાણીના જણાવ્યા મુજબ બાળકોની સુષુપ્ત શક્તિને ખીલવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ઉદાત હેતુસર આ વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામા આવ્યુ હતુ,કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલકો રાજુભાઈ ચનીયારા સહીત શાળાના તમામ શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.