ગેલેક્ષી સરફેકટન્ટસ દ્વારા ફુલવાડી શાળામાં વિજ્ઞાનની લેબ બનાવાશે
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની ગેલેક્ષી સરફેકટન્ટસ કંપની દ્વારા તેની સામાજીક જવાબદારી અન્વયે ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારમાં સીએસઆર એક્ટીવિટી હેઠળ આરોગ્ય,શિક્ષણ, સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાતો માટે કામ કરે છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ગેલેક્ષી સરફેકટન્ટસ લી કંપનીના સહયોગ દ્વારા ફૂલવાડી ગામમાં પ્રાથમિક શાળા ફૂલવાડીમાં પાયાના શિક્ષણ અને ફૂલવાડી ગામનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યને? ધ્યાનમાં? રાખીને નવી લેબ બનાવવા માટે ર્નિણય કરવામાં આવ્યો હતો.
આજરોજ નવી લેબના મકાનનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે ગેલેક્ષી સરફેકટન્ટસ લી કંપનીના અધિકારીઓ, સામાજીક આગેવાન નરેન્દ્રભાઈ પટેલ,તલોદરા ગામનાં સરપંચ વિઠ્ઠલભાઈ તથા ફૂલવાડી ગામનાં સરપંચ,ઉપસરપંચ સાથે ગામનાં ભાઈઓ ઉપરાંત યુવા મિત્રોએ હાજરી આપી હતી.ફુલવાડી ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા ફૂલવાડી,ગ્રામજનો વતી ગેલેક્ષી કંપનીનો? હદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.