Western Times News

Gujarati News

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ

વડોદરા, હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતા ૧૨ બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝરના મોત નીપજયા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.

આ બનાવમાં પોલીસ કમિશનરે સીટની રચના કરી છે. જેના કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં વડોદરા બોટ દુર્ધટનામાં કુલ ૬ શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઇ કાલે વધુ કોટિયા કંપનીના ૩ પાર્ટનરોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ રીતે ગઈકાલે પકડાયેલા ૩ સહિત કુલ છની અટકાયત કરવામાં આવી છે. તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઇ રહી છે.

૨૦૧૭માં કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં ૪ ભાગીદાર હતા.પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળતા હતા. ૨૦૧૭માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી.

પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત ૪ના નામે કોંટ્રાક્ટ હતો. વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં ૧૬ પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા.

કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.