ધરોઈ ડેમ ખાતે બીજીવાર પક્ષીઓનો અભ્યાસ કરાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ધરોઈ ડેમ ખાતે સતત બીજા વર્ષે પક્ષીઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ધરોઈ જળાશય ખાતે પક્ષીઓની મોજણીમાં ૧૯૦ પ્રજાતિના યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જાેવા મળ્યા. ગુજરાત પક્ષી સંરક્ષણ સંસ્થા અને એદમ્સ નેચર રીટ્રીટના સંયુક્ત ઉપક્રમે વનવિભાગ સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના મદદથી તારીખ ૨૫ અને ૨૬ બે દિવસીય ધરોઈ ડેમ ખાતે દ્વિતીય વખત પક્ષીઓની મોજણી કરાઈ હતી.
આ કાર્યક્રમ વિક્રમ-લબ્ધિ જનસેવા ટ્રસ્ટના સહયોગથી પૂર્ણ કરવામાં આવેલ હતો. જેમાં ગુજરાતમાંથી ૩૫ થી વધુ નિરીક્ષકો હાજર રહીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. મોજણીમાં એકત્રિત માહિતી eBird ની મદદથી આંતરરાષ્ટ્રીય ફલક પર માહિતી મૂકવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને યાયાવર ઋતુ પ્રવાસી પક્ષીઓ કે જે વતન ભણી જતા ધરોઈ જળાશયમાં પોરો ખાતા અને બે ત્રણ માસ રોકાણ કરતા પક્ષીઓની ગણતરી કરાઈ હતી.
ગત વર્ષે સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ત્રિભેટે આવેલા જળાશયમાં વતન ભણી જતા ઋતુ પ્રવાસી પક્ષીઓની મોજણી ૧૩૮ પ્રકારના પક્ષીઓની નોંધ થઈ હતી. આ વર્ષે બે દિવસીય પક્ષી મોજણી કરાઈ હતી જેમાં સાબરકાંઠા વાઇલ્ડ લાઇફ વોર્ડન મયુરભાઈ રાઠોડ, ગુજરાત પક્ષી સરક્ષણ સંસ્થાના સેક્રેટરી અને પૂર્વ સી.સી.એફ શ્રી ઉદયભાઈ વોરા સાહેબ દ્વારા ધરોઈ જળાશયમાં કુલ ૧૭ નિરીક્ષણ ક્ષેત્ર નિર્ધારિત કર્યા હતા. દરેક નિરીક્ષણ ક્ષેત્રમાં ૧ પક્ષી નિષ્ણાત, ૧. eBird એક્સપર્ટ, સ્થાનિક વનવિભાગના ચોકીદાર એમ ૩ થી ૪ વ્યક્તિઓનું એક ગ્રુપ ગોઠવ્યું હતું.
એમાંથી કુલ ૯ નિરીક્ષણ ક્ષેત્રમાં સ્પોટિંગ સ્કોપની ગોઠવણ કરવામાં આવેલ હતી. બે દિવસીય પક્ષી મોજણી દરમ્યાન પક્ષી નિરીક્ષકોએ ધરોઈ જલાશય ને સ્પર્શતા સાબરકાંઠા બનાસકાંઠાને મહેસાણાના તમામ વિસ્તારો તેમજ ડાઈક ૧,૨,૩,૪ અને આજુબાજુના તમામ પોઇન્ટો પર ૨ પોઇન્ટ પર મોટરબોટ નો ઉપયોગ કરીને નિરીક્ષકો દ્વારા પક્ષી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિક્રમ-લબ્ધિ જનસેવા ટ્રસ્ટ દ્વારા આખા કાર્યક્રમ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા વટપલ્લી જૈન તીર્થ, વડાલી મુકામે રાત્રિ રોકાણ સહિત કરવામાં આવી હતી.
આ મોજનીના સંચાલક શ્રી મયુરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આ પક્ષીનીરિક્ષણ મોજણીમાં ૮૬ પ્રકારના પાણીના ૨૪,૧૦૦ પક્ષીઓ, ૭ પ્રકારના ૨૩ શિકારી પક્ષીઓ અને કુલ ૧૯૦ પ્રકારના અંદાજે ૨૬,૦૦૦ પક્ષીઓ જાેવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પક્ષીનીરિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો.
શ્રી ઉદયવોરા સાહેબે પક્ષીનીરિક્ષકોને હાજર રહીને પક્ષીઓની ઓળખ, ક્ષેત્ર નિરીક્ષણ અંગે જરૂરી માહિતી અને ઓળખ કરવામાં મદદ કરી હતી. શ્રી અરવિંદ નાયકર દ્વારા ીમ્ૈઙ્ઘિ અંગેની જવાબદારી અને નોંધ અંગેની ચુસ્ત માહિતીનું વર્ગીકરણ વોરા સાહેબ અને રાઠોડ સાહેબશ્રી ની મદદ થી પૂર્ણ કર્યું હતું. કાર્યક્રમને અંતે પ્રમાણપત્ર દરેક પક્ષી નિરીક્ષક મિત્રો, સ્થાનિક ચોકીદાર અને સ્વયંસેવકો ને અર્પણ કરવામાં આવ્યા હતા.