હાલતી-ચાલતી ટેન્ક જેવી કારે બચાવી લીધો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો જીવ
નવી દિલ્હી, વ્લાદિમીર પુતિન લક્ઝરી લિમોસિન ઓરસ સીનેટમાં મુસાફરી કરે છે. તેમની પર થોડા દિવસો પહેલા હુમલો થયો હતો. એક રશિયાની ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆરના રિપોર્ટ મુજબ, પુતિનની કારની આગળના ડાબા પૈડામાં જાેરદાર બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ પછી ખૂબ જ ધૂમાડો ફેલાયો હતો. સામાન્ય રીતે ટાયર ફાટવા પર આ પ્રકારનો ધુમાડો નીકળતો નથી. બ્લાસ્ટમાં એક ટાયર ફાટી ગયું હોવા છતાં કાર સુરક્ષિત રીતે ચાલતી રહી. થોડીવાર પછી પુતિનને સુરક્ષિત જગ્યાએ લાવવામાં આવ્યા હતા. તેમને કોઈ જ નુકસાન થયું નહોતું. ચેનલ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ પર હુમલાનો ખતરો જાેતા નકલી કાફલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે કાફલામાં દરેક કાર અસલી કાફલા જેવી જ હોય છે. આ પ્રકારના પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. જાેકે તફાવત એટલો હોય છે કે કોઈ પણ કારમાં પુતિન સવાર હોતા નથી. એક આવા જ કાફલામાં પુતિન તેમના અધિકારિક નિવાસ સ્થાનમાં પરત ફરી રહ્યાં હતા.
આ કાફલામાં ચાર બુલેટપ્રુફ કાર સામેલ હતી. પુતિન ત્રીજી કારમાં સવાર હતા. હુમલાખોરને ખ્યાલ હતો કે પુતિન કઈ કારમાં સવાર હતા. પુતિન તેમના ઘરે પરત ફરી રહ્યાં હતા, ત્યારે કારના આગળના પૈડામાં બ્લાસ્ટ થયો હતો. સુરક્ષા ફીચરથી લેન્સ હોવાના કારણે કાર બ્લાસ્ટ પછી પણ ચાલતી રહી હતી અને રાષ્ટ્રપતિને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
હુમલો ક્યા દિવસે અને ક્યા સમયે થયો તેની માહિતી બહાર આવી નથી. પુતિન પર હુમલા પછી રાષ્ટ્રપતિના અંગરક્ષક પ્રમુખ અને ઘણા અન્ય લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘણા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સુરક્ષા સેવા સાથે જાેડાયેલા કેટલાક અધિકારીઓને એ ખ્યાલ હોય છે કે પુતિન ક્યારે અને ક્યાં જશે? ઘટના પછી આ પૈકીના ત્રણ અધિકારીઓ ગાયબ થઈ ગયા છે.
આ અધિકારી કાફલાની પ્રથમ કારમાં બેઠા હતા. રશિયાની સુરક્ષા એજન્સીઓ આ ત્રણ અધિકારીઓને શોધી રહી છે.SS1MS