પાલનપુરમાં જ્વેલરી બિઝનેસમાં કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) જ્વેલરી બિઝનેસમાં કાયદાકીય માર્ગદર્શન માટે પાલનપુર માં પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાસકાંઠા જીલ્લાનો ભવ્ય સેમિનાર તારીખ- ૪/૦૨/૨૦૨૪ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે બનાસકાંઠા જીલ્લા. એસ.પી. સાહેબ શ્રી,શ્રીમાન અક્ષયરાજ મકવાણા સાહેબ ના માર્ગદર્શન મુજબ યોજાયો. આ સાથે ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ.
જે કાર્યક્રમ માં સોના ચાંદી નો વેપાર કરતા વેપારીઓ, કારીગરો ને પડતી મુશ્કેલીઓ બાબતે કાયદાકીય માર્ગદર્શન પાલનપુર ડિવિઝન ડ્ઢઅજp સાહેબ શ્રી. જીજ્ઞેશ ગામીત સાહેબ, પાલનપુર પુર્વ ઝોન ડ્ઢઅજp સાહેબશ્રી શ્રીમાન કૃણાલ રાઠોડ સાહેબ , એડમીન ડ્ઢઅજp સાહેબ શ્રી એમ.બી.વ્યાસ સાહેબ, પુર્વ ઝોન પી.આઈ. શ્રી. એસ.કે. પરમાર સાહેબ,
હેડ કવાર્ટર પી.આઈ. શ્રી. બી.કે.જોષી સાહેબ, શ્રી નિલેશભાઈ લુંભાણી- (પ્રમુખ.ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ-ગુજરાત), શ્રી ભગવાનભાઈ સોની. (પ્રમુખ-બનાસ કાંઠા જીલ્લા- ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ),ઉત્તર ગુજરાત ના પ્રમુખ. શ્રી રાજેશકુમાર સોની.હાજર રહી વેપારી ભાઈઓને કાયદાકીય માર્ગદર્શન ,બિઝનેસ માં પડતી તકલીફો વિશે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ.તેમજ વેપારીઓ નીરજુઆત સાંભળવામાં આવી.
આ સેમિનાર માં બનાસકાંઠા જિલ્લાના – પાલનપુર, ડીસા,ધાનેરા,દાંતા,વડગામ,ગઢ, મુમનવાસ, મડાણા, સાસમ, ખોડલા, મજાદર, જેગોલ, દાંતીવાડા,થરાદ,વાવ, ભાભર, ભીલડી, દિયોદર,લાખણી, સતલાસણા,પાટણ,પુંજપુર, તથા જીલ્લા ના અનેક ગામના નાના મોટા તમામ વેપારી ભાઈઓ હાજર રહી વેપાર-ધંધા વિષે ખૂબ જ અગત્ય ની માહિતી થી માહિતગાર થતાં દરેકે ખૂબ ખુશી વ્યક્ત કરેલ. આ સેમિનાર નું આયોજન – શ્રી બનાસકાંઠા જીલ્લા પોલીસ,- ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ,- પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિયેશન,-ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ-પાલનપુર ની ટીમ દ્વારા કરવામા આવેલ.