એક સીનિયર એક્ટરે મને પોતાના ઘરે બોલાવીને કલાકો સુધી મારી મજાક ઉડાવી: વિજય સેતુપતિ
મુંબઈ, વિજય સેતુપતિ સાઉથની ફિલ્મોનો એક જાણીતો ચહેરો અને લોકપ્રિય કલાકાર છે. થોડાં વખત પહેલાં જ આવેલી તેની ‘વિદ્દુથલાઈ પાર્ટ ૨’ અને ‘મહારાજા’ બંને વિવેચકોએ પણ વખાણી છે અને ફિલ્મે કમાણી પણ સારી કરી છે. ત્યારે આ વર્ષ પણ વિજય સેતુપતિ માટે સારું રહે તેવી અપેક્ષાઓ છે.
તાજેતરમાં એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં વિજય સેતુપતિએ અરવિંદ સ્વામી સાથેની પોતાની દોસ્તી અંગે વાત કરી હતી. વિજય સેતુપતિએ હસીને કિસ્સો કહ્યો,“અરવિંદ સ્વામી ઘણી વખત, એમને વાત કરવી છે એવું કહીને મને તેમના ઘેર આમંત્રણ આપે છે.
હું ત્યાં જાઉં છું અને અમે એક બે ડ્રિંકની મજા લઇએ છીએ, પછી એ કલાકો સુધી મને સતત ચીડવવાનું શરૂ કરે છે. આ હંમેશાનું છે. એ બોલાવે છે, હું જાઉં છું અને પછી એ મને ખીજવે છે.
ક્યારેક સવાર સુધી આવું ચાલે છે.”વિજય જેટલી પણ વખત અરવિંદ સ્વામીના ઘેર જાય ત્યારે તેની આવી જ અપેક્ષા હોય છે. આ પ્રકારે મજાક ઉડાડાતી હોવા છતાં તેમનો સંબંધ મજબૂત છે, તેમને બંનેને એકબીજા પ્રત્યે માન છે અને લાગણી છે.
આ કિસ્સા પરથી ખ્યાલ આવે છે કે પડદા પર ગંભીર જણાતો આ કલાકાર વાસ્તવિક જીવનમાં કેટલો હસમુખ અને મજાક-મસ્તી કરનારો છે. જો અરવિંદ સ્વામીની વાત કરવામાં આવે તો મનીષા કોઈરાલા સાથે ‘બોમ્બે’થી તેઓ બોલિવૂડમાં જાણીતા થયા હતા.
૨૦૨૪માં તેની ‘મૈયાઝગાન’ ઘણી સફળ રહી છે, હવે આ બંને કલાકારો ૨૦૨૫માં પણ દર્શકો માટે રસપ્રદ ફિલ્મો લઈને આવી રહ્યા છે.SS1MS