Western Times News

Gujarati News

આગ્રામાં ૧૭ કિલો સોનાની લૂંટઃ ૩ કલાક બાદ એન્કાઉન્ટરમાં બે બદમાશ ઠાર

આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રાના કમલનાગરમાં આજે ધોળા દિવસે ૪ બદમાશોએ રૂા. ૮.૫૦ કરોડના ૧૭ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. હથિયારો સાથે મણપ્પુરમ ફાયનાન્સ લિ.ની ઓફિસમાં ઘૂસેલા ૪ બદમાશાએ સ્ટાફને બંધક બનાવ્યો હતો. બાદમાં ૧૭ કિલો સોનુ અને રૂા. ૬ લાખ રોકડા લઇને ચાલતા ફરાર થઇ ગયા હતા.

બદમાશોએ માત્ર ર૦ મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા. જાે કે ઘટના અંગે જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ, નાકાબંધી સહિતની તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ કલાક બાદ બદમાશો સાથે અથડામણ થઇ હતી. જેમાં બે બદમાશોના એન્કાઉન્ટરમાં મોત થયાનું જાણવા મળે છે. A sensational case of dacoity in Manapuram Gold Loan office Agra involving loot of 19 kg gold  & 6 lakh cash was worked out by @agrapolice
within 2 hrs. Two criminals with approx. half of the gold were arrested in Police encounter who succumbed to their injuries.

આગ્રા શહેરની પોશ કોલોની કમલાનગરના માર્ગ પર પ્રથમ માળે મણપ્પુરમ ફાઇનાન્સ લિ.ની શાખા આવેલી છે. આજે બપોરના સમયે બે યુવાનોએ ફાઇનાન્સ લિ.ની શાખામાં આવીને સોનું ગીરવે મૂકીને લોન લેવા અંગે મેનેજર તથા સ્ટાફ સાથે વાત કરી હતી. તે સમયે બે યુવાનોના અન્ય ત્રણ મિત્રો પણ આવી ગયા હતા.

તમામે જીન્સ-ટીશર્ટ તથા મ્હોં પર માસ્ક અને માથા ઉપર ટોપી પહેરી હતી. આશરે રપ વર્ષની ઉંમરના બદમાશો સ્થાનિક ભાષામાં વાતચીત કરતા હતા.અને બાદમાં હથિયારો બતાવીને સ્ટાફના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ સ્ટાફ પાસેથી તિજાેરીની ચાવીઓ લઇ લીધી હતી.

બાદમાં બદમાશોએ ફટાફટ લગભગ ૧૭ કિલો સોનું અને ૬ લાખ રોકડા પોતાની પીઠ પરની બેગોમાં ભરી દીધા હતા.લૂંંટ ચલાવ્યા બાદ બદમાશો જે રીતે આવ્યા હતા તે રીતે ધીમે ધીમે બહાર નીકળી ગયા હતા દરમ્યાન અંદર પૂરાયેલા સ્ટાફે બૂમાબૂમ કરતા આસપાસના દુકાનદારોએ દરવાજાે ખોલતા લૂંટની ઘટના અંગે જાણ થઇ હતી.

ઘટના અંગે જાણ થતા એડીજી રાજીવ કૃષ્ણ, આઇજી નવીની અરોરા, એસએસપી મુનિરાજ જી અને એસપી બોત્રે રોોહન પ્રમોદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. દરમ્યાન બરહન અને આંબલખેડા વિસ્તારમાં બે લોકોની પીઠ પર બેગ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

ત્યાં પહોંચેલ પોલીસની બદમાશો પૈકી મનીષ પાંડેય (ફિરોઝાબાદ) અને નિર્દોષકુમાર (ભટસેના, ફિરોઝાબાદ) સાથે અથડામણ થઇ હતી. જેમાં બંને બદમાશોને ગોળી વાગી હતી. બંનેની બેગની તપાસ કરતા તેમાંથી સોનું, રોકડ મળ્યા હતા. ઇજાગ્રસ્ત બદમાશોને હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં બંનેનું મોત નીપજયું હતું.

જયારે અન્ય બદમાશો લાલ, અંશુ તથા અન્ય એક ફરાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આગ્રા રેન્જના એડીજી રાજીવ કૃષ્ણએ જણાવ્યું હતું કે, એત્માદપુરમાં થયેલ અથડામણમાં બે બદમાશોને ઝડપી લેવાયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા સમયે બંનેના મોત નીપજયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.