ધમનીમાં લગાવાયેલું સેન્સર હાર્ટ ફેઈલ પહેલાં જ ચેતવણી આપશે

વૈજ્ઞાનીકે આવી ચિપ તૈયાર કરી છે, જે તમારી ધમનીમાં મુકવામાં આવશે અને હૃદયની નિષ્ફળતા પહેલા પણ ચેતવણી આપશે
(એજન્સ)નવીદિલ્હી, હૃદય ફેઈલ થાય છે અને કોઈ જાણતું નથી. જાે તમે સમયસર હોસ્પિટલ પહોચો તો પણ ડોકટરોને થોડી મીનીટો જ મળે છે.જાે મોડું થાય તો જીવન સમાપ્ત થઈ જાય છે. પણ હવે આવું નહી થાય. વૈજ્ઞાનીકોે એક અનોખી ચીપ તૈયાર કરી છે.
જે હૃદયની નિષ્ફળતા ઘણા સમય પહેલા જ કહી દેશે કે કોઈ સમસ્યા થઈ રહી છે. તમે ડોકટર પાસે જશો ડોકટરોના જણાવ્યા અનુસાર પ૦ ટકા કેસોમાં હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલા થવાની જરૂર રહેશે નહી.
અહેવાલ મુજબ, કાર્ડીયોએમઈએમએસ નામનુું આ નાનું સેન્સર હૃદય તરફ જતી એક ધમનીમાં ફીટ કરવામાં આવ્યુું છે. તે દર મીનીટે તમારા બ્લડ પ્રેશરને મોનીટર કરે છે. તે વધઘટને શોધવામાં સક્ષમ છે. જે બગડતા સ્વાસ્થ્યને સુચવી શકે છે ડોકટરોના મતે વ્યકિતએ દરરોજ સવારે તકીયા પર સુવું પડે છે. જે તેની સાથે વાતચીત કરે છે.
તમે સુતા જ તમારા ડોકટરોને સંકેત મોકલે છે. કહયું હશે કે આટલી ધમનીમાં કોઈ પ્રકારની સમસ્યા છે. મેડીકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશીત અહેવાલ અનુસાર, આ ઉપકરણનું ૩૪૮ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ લોકો પર લગભગ ૧૮ મહીના સુધી નજર રાખવામાં આવી હતી. પરીણામો ચોકાવનારા હતા.
એવું જાણવા મળ્યું હતું કે, જે લોકોમાં સેન્સર લગાવવામાં આવ્યું હતું, તે લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ૪૪ ટકા ઓછી હતી. હૃદયને લોહીનો પુરવઠો અચાનક બંધ થઈ જાય ત્યારે હાર્ટ એટેક આવે છે. આ એક અસાધ્ય સ્થિતી છે અને આમાં મૃત્યુની શકયતા સૌથી વધુ છે.
તબીબોના મતે જયારે હૃદયની માંસપેશીઓ તબળી પડી જાય છે. ત્યારે તે લોહીને યોોગ્ય રીતે પંપ કરી શકતું નથી. આ અજ મૃત્યુનું કારણ બને છે. હૃદયની નિષ્ફળતાનું મુખ્ય કારણ હાર્ટએટેક છે. જે સ્નાયુઓને નુકશાન પહોચાડે છે. હાર્ટ ફેલ્યોર હાર્ટ વાલ્વ, વાઈરલ, ઈન્ફેકશન અને જીનીરેટક પ્રોબ્લેમના કારણે પણ થઈ શકે છે.
વૃદ્ધોમાં હાર્ટ ફેલ્યોર થવાનું સૌથી મોટું કારણ ફેફસાંની આસપાસની નસોમાં હાઈબ્લડ પ્રેશર માનવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા શ્વાસના દર્દીઓમાં વધુ જાેવા મળે છે. થાય કારણ કે શરીર ઓકિસજનની માંગ કરે છે. અને આ માટે તેમને ઝડપી શ્વાસ લેવાની જરૂર છે.