Western Times News

Gujarati News

કાર્ડબોર્ડથી ઢંકાયેલો મેનહોલમાં સાત વર્ષનો બાળક ફસાયો

નવી દિલ્હી, દક્ષિણ દિલ્હીની એક પબ્લિક સ્કૂલમાં ધોરણ ૩માં ભણતો બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં કાર્ડબોર્ડથી ઢંકાયેલા મેનહોલમાં પડ્યો હતો. નજીકમાં ઉભેલા લોકો અને બાળકના માતા-પિતા તરત જ એક્શનમાં આવ્યા અને તેને ગટરમાંથી બચાવવામાં સફળ રહ્યા.

દિલ્હીમાં એમસીડીની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે, જેમાં સાત વર્ષના બાળકનો જીવ બચી ગયો છે. દક્ષિણ દિલ્હીની એક પબ્લિક સ્કૂલમાં ધોરણ ૩માં ભણતો બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં કાર્ડબોર્ડથી ઢંકાયેલા મેનહોલમાં પડ્યો હતો. તેના પિતા સવારે ૮ વાગે છોકરાને શાળાએ મૂકવા જતા હતા. તેની સાથે તેની માતા અને નાની બહેન પણ હતી.

જ્યારે છોકરો શાળાની બહાર કારમાંથી ઉતર્યાે, ત્યારે તેણે અજાણતામાં તેનો પગ કાર્ડબોર્ડની શીટ પર મૂક્યો, જેની નીચે એક મેનહોલ હતું. વજન પડતાં જ કાર્ડબોર્ડ તૂટી ગયું અને બાળક મેનહોલમાં પડી ગયું. નજીકમાં ઉભેલા લોકો અને બાળકના માતા-પિતા તરત જ એક્શનમાં આવ્યા અને તેને ગટરમાંથી બચાવવામાં સફળ રહ્યા.

છોકરાને તાત્કાલિક એઈમ્સ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.બાળકના પિતા, જેઓ બેંક કર્મચારી છે, તેમણે કહ્યું કે મેનહોલનું કવર તે જ સ્થળે એક બાજુએ રાખવામાં આવ્યું હતું અને ખોલવા પર કાર્ડબોર્ડનું કવર મૂકવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાળકના પિતા અકસ્માત માટે એમસીડીને જવાબદાર ઠેરવતા જોવા મળી રહ્યા છે.

તેમણે શહેરમાં મેનહોલના ઓડિટ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એમસીડી અધિકારીઓએ આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ.બાળકના પિતાએ કહ્યું, ‘જો કોઈ વૃદ્ધ પુરુષ કે મહિલા મેનહોલમાં પડી ગયા હોત તો શું થાત? આ ઘટના માટે કઇ સત્તાને જવાબદાર ઠેરવવી જોઈએ?’.

પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા તરફથી તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ગાઝીપુર વિસ્તારમાં નિર્માણાધીન ગટરમાં પડી જવાથી એક મહિલા અને તેના પુત્રના મોતના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.