જાફરાબાદના ચિત્રાસરમાં દીપડાએ સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો
અમરેલી, અમરેલી જિલ્લામાં સિંહ તથા દીપડાની વસ્તી વધવા સાથે આ શિકારી પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાના બનાવો પણ વધ્યા છે. જાફરાબાદ તાલુકામાં ચિત્રાસર ગામની સીમમાં સાત વર્ષની દીકરીનો દીપડા શિકાર કર્યાે હોવાની ઘટના સામે આવી છે.
આ હુમલામાં દીકરીનું મોત થયું છે.ચિત્રાસર ગામની સીમમાં જોધુભાઈ બાંભણીયા તેમના પત્ની અને સાત વર્ષની દીકરી સાથે કપાસ વીણી ઘરે આવવા માટેની તૈયારીઓ કરતા હતા. દરમિયાન દીપડો આવ્યો હતો અને બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો.
બાદમાં બાળકીને સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને ગંભીર ગળાના ભાગે ઇજાઓ હોવાને કારણે મોત થયું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક આર.એફ.ઓ. જી.એલ.વાઘેલા સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં મૃતકના પરિવાર પાસે પહોંચી હતી. પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.વનવિભાગે દીપડાને પકડવા માટે સાતથી વધુ ટીમો તૈનાત કરી છે અને પરિવારને સરકારી વળતર આપવાની ખાતરી આપી છે.SS1MS