Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રસિદ્ધ કૃષ્ણાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચની ટી-૨૦ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૮ નવેમ્બર મંગળવારના રોજ રમાઈ હતી. આ મેચમાં ભારતે ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૨૨ રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગની મદદથી ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

મેક્સવેલે ૪૮ બોલમાં ૧૦૪ રનની અણનમ ઇનિંગ રમી જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં ૨૨૫ રન બનાવ્યા અને મેચ ૫ વિકેટથી જીતી લીધી હતી. મેક્સવેલે ભારતના લગભગ તમામ બોલરોની ધોલાઇ કરી હતી. પરંતુ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ રન આપ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ આ મેચમાં કુલ ૪ ઓવર નાંખી અને ૬૮ રન આપીને T૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાનો ઇકોનોમી રેટ ૧૭.૦૦ હતો. પ્રસિદ્ધ કૃષ્ણાને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી.

આ પહેલા આ રેકોર્ડ સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલના નામે હતો. ચહલે ૨૦૧૮માં સેન્ચુરિયન મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે ૪ ઓવરમાં કુલ ૬૪ રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. આ સમયગાળા દરમિયાન તેમનો ઈકોનોમી રેટ ૧૬.૦૦ હતો. આ યાદીમાં ત્રીજું નામ છે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું જેણે ૨૦૨૨માં દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટીમાં ૧૫.૫૦ના ઈકોનોમી રેટથી ૪ ઓવરમાં કુલ ૬૨ રન આપ્યા હતા અને ૨ વિકેટ પણ લીધી હતી.

જાે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ્‌૨૦ મેચની વાત કરીએ તો આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ભારત માટે ઓપનર બેટ્‌સમેન રૂતુરાજ ગાયકવાડે ૨૧૫.૭૯ના સ્ટ્રાઈક રેટથી ૫૭ બોલમાં ૧૨૩ રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં ૧૩ ફોર અને ૭ સિક્સ સામેલ હતી. જાેકે, મેક્સવેલની સદીએ ઓસ્ટ્રેલિયાને અંતે વિજય અપાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.