Western Times News

Gujarati News

સઉદી અરબના રણોમાં બરફની ચાદર પથરાઈ

(એજન્સી)રીયાદ, ગરમ અને સુકા પ્રદેશ તરીકે ઓળખાતા સઉદી અરબમાં હવામાનમાં મોટો ફેરફાર વિશ્વના સૌ કોઈને ચોંકાવી રહ્યું છે. ગતવર્ષે જ દુબઈમાં મૂશળધાર વરસાદના લીધે સર્જાયેલી પુરની તારાજી બાદ આ વખતે સઉદી અરબના રણોમાં બરફની ચાદરો પથરાઈ છે.

સોશિયલ મીડિયા પર સઉદી અરબમાં હિમવર્ષા થઈ હોવાના વીડિયો વાયરલ થયા છે. જેમાં સઉદી અરબના રણોમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લોકો હિમ વર્ષા માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં અલ-જૌફ વિસ્તારમાં બુધવારે બરફના કરાં સાથે પડેલા ભારે વરસાદના કારણે રણ અને પહાડો પર સફેદ બરફની ચાદર પથરાઈ હતી. જેના લીધે પ્રદેશમાં ઠંડીનું જોર વધ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.