પીઝાની અંદર કાચનો ટુકડો નીકળતા ગ્રાહકને મોઢામાં ઈજા થતાં ફરિયાદ દાખલ
પીઝા માંથી કાચનો ટુકડો અને કચરો નીકળતા મામલો ફૂડ એન્ડ ડ્રગના દ્વારે પહોંચતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પીઝા રેસ્ટોરન્ટ ઉપર દરોડા પાડી સેમ્પલો લીધા.
A shocking case for pizza lovers in Bharuch
(વિરલ રાણા) ભરૂચ, ભરૂચની એબીસી ચોકડી નજીક પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકે આરોગેલા પીઝા માંથી કાચનો ટુકડો નીકળતા ગ્રાહકના મોઢામાંથી લોહી નીકળતા પીઝા માંથી કાચનો ટુકડો નીકળવા સાથે પીઝા માંથી કચરો હોવાનું માલુમ પડતા ગ્રાહકે તાબડતોબ તો ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા વિભાગે સ્થળ પર દોડી આવી પીઝાના રેસ્ટોરન્ટના કિચન માંથી વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલ મેળવ્યા હતા.
ભરૂચની એબીસી ચોકડી નજીક મિત્રને મળવા આવેલા ગ્રહજે પીઝા રેસ્ટોરન્ટ ઉપર તેના મિત્રોની રાહ જોઇ બેઠો હતો.તે દરમ્યાન પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકએ પીઝાનો ઓર્ડર કર્યો હતો અને તે દરમ્યાન ગ્રાહક પીઝા આરોગી રહ્યો હતો.તે દરમ્યાન તેમને મોઢામાં કચરા જેવું લાગતા તેઓએ બહુ મન પર લિધું ન હતું.
પરંતુ પીઝા કાપતી વખતે કાચનો ટુકડો આવી જતા તેમને મોઢામાં ઈજા થવા સાથે લોહી નીકળતા ગ્રાહક નો પિત્તો ગયો હતો અને તેણે આ બાબતે પીઝા રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરતાં તેઓ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા ગ્રાહકે સીધી ફરિયાદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી.જેના પગલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પીઝા રેસ્ટોરન્ટ ઉપર પહોંચી વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલો મેળવી કાર્યવાહી કરી હતી.
ત્યારે ખાદ્યચીજો માંથી નીકળતા આવા કાચના ટુકડા સહિત જીવજંતુઓના લઈને ફૂડ સેફ્ટી લઈને અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ થોડા સમયાંતરે ચેકીંગ હાથધરે તે જરૂરી છે.