વિઆનને માથામાં વાગતાં નાનકડી સમીશાએ બરફ ઘસી આપ્યો

મુંબઈ, શિલ્પા શેટ્ટીએ સિબ્લિંગ્સ ડે પર પોતાના બાળકોનો એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા ભાઈ વિઆન સાથે જાેવા મળી રહી છે. વિડીયોમાં જાેઈ શકાય છે કે, વિઆનના માથામાં ઈજા થઈ છે અને સમીશા તેને બરફ ઘસી આપી રહી છે.
શિલ્પાએ બાળકોનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં શિલ્પા સમીશાને પૂછે છે કે, તે શું કરે છે ત્યારે તે કહે છે કે હું બરફ ઘસી રહી છું. સમીશા કહે છે કે, મારા ભાઈને અહીં વાગ્યું છે એટલે હું બરફ ઘસી આપું છું. જે બાદ સમીશા ભાઈને નજીક ખેંચીને કહે છે- “માય બેબી, માય લિટલ ક્યૂટ બેબી.
બંને વચ્ચેનું આ ક્યૂટ બોન્ડ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. શિલ્પાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, ભાઈ-બહેનનો સંબંધ ખૂબ સારો હોય છે. ભલે પછી તે તમારા માથામાં પંચ કેમ ના મારે અને તેના પર બરફ લગાવી આપે. મારા દિલના આ બંને ટુકડાઓ સાથે સિબ્લીંગ્સ ડે મનાવવાથી વધુ સારું કશું જ નથી.
આ પોસ્ટમાં શિલ્પાએ પોતાની બહેન શમિતા પર પણ પ્રેમ વરસાવ્યો છે. શમિતાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું કે, શિલ્પા હું તારા વિના જિંદગીની કલ્પના નથી કરી શકતી. શિલ્પા શેટ્ટી હવે ફિલ્મમેકર રોહિત શેટ્ટીની અપકમિંગ વેબ સીરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જાેવા મળશે.
આ સીરીઝના શૂટિંગ દરમિયાન શિલ્પા ઘાયલ થઈ હતી. તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેણે બ્રેક લીધો હતો. સાજા થયા બાદ ફરી શૂટિંગ શરૂ કર્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સિવાય શિલ્પા શેટ્ટી પાસે ફિલ્મ ‘સુખી’ પણ છે.SS1MS