મતદાર યાદીમાં સુધારા- વધારા કરવા તથા નવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ
મતદાર નોંધણી બાબતે કોઈ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો સંબંધિત મતદાર અધિકારીઓનો સંપર્ક કરી શકાશે
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની અખબારી યાદી અનુસાર હાલમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અપાયેલ કાર્યક્રમ મુજબ તા.૦૧/૦૪/૨૦૨૩ના લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. A special campaign for updating the electoral roll and registering new voters
જેના સંદર્ભમાં લાયકાત ધરાવતા મહત્તમ નવા મતદારોની નોંધણી થાય અને નાગરિકો મતદારયાદીમાંથી તેમની વિગતોમાં સુધારા- વધારા કરાવવા ઈચ્છે છે તેમને આ કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવેલ ખાસ ઝુંબેશના દિવસો તા.૧૬/૦૪/૨૦૨૩ (રવિવાર) અને
તા.૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર)ના દિવસે તેઓના નજીકના બુથમાં BLO મારફત ફોર્મ ભરી શકશે. તેમજ જો કોઈ મતદારને તેઓના વિસ્તાર સંદર્ભ મતદાર નોંધણી બાબતે કોઈ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો નીચે જણાવેલ અમદાવાદ જિલ્લાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ પૈકી તેમના વિસ્તારના અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે છે
નં. | વિ.સ.મ.વિ. | મતદાર નોંધણી અધિકારીનું નામ અને સરનામું |
૦૧ | ૩૯- વિરમગામ | સુશ્રી કંચન IAS- પ્રાંત અધિકારીશ્રી, વિરમગામ પ્રાંત, તા.વિરમગામ, અમદાવાદ |
૦૨ | ૪૦- સાણંદ | શ્રી કલ્પેશ ઉનાડકટ– પ્રાંત અધિકારીશ્રી, સાણંદ પ્રાંત, તા.સાણંદ, અમદાવાદ |
૦૩ | ૪૧- ઘાટલોડિયા | શ્રી ઉમંગ પટેલ– સીટી ડેપ્યુટી કલેકટર શ્રી, (પશ્ચિમ), ગોતા |
૦૪ | ૪૨- વેજલપુર | સુશ્રી વિરલબેન દેસાઈ– નાયબ જિલ્લા વિકાસ અધિ શ્રી. (પંચાયત) જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા |
૦૫ | ૪૩- વટવા | શ્રી એમ.સી.પંડ્યા- નાયબ કલેકટર શ્રી, સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિ-૨, પોલીટેકનિક કમ્પાઉન્ડ, આંબાવાડી |
૦૬ | ૪૪- એલિસબ્રીજ | શ્રી એ.ડી.જોષી- જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કલેકટર કચેરી, અમદાવાદ |
૦૭ | ૪૫- નારણપુરા | સુશ્રી એસ.જી.પઢેરીયા- ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી, (ONGC) અવની ભવન, અમદાવાદ |
૦૮ | ૪૬- નિકોલ | શ્રી મહેન્દ્ર દેસાઈ- ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી, (નર્મદા યોજના) એકમ-૨, વેજલપુર |
૦૯ | ૪૭- નરોડા | શ્રી ડી.એ.ચૌહાણ (ઈ.ચા.)- જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, અમદાવાદ |
૧૦ | ૪૮- ઠક્કરબાપાનગર | શ્રી વી.કે.જોષી- અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી, જિલ્લા સેવા સદન, અમદાવાદ |
૧૧ | ૪૯- બાપુનગર | શ્રી કલ્પેશ કોરડીયા- નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી (વિકાસ) જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા |
૧૨ | ૫૦- અમરાઈવાડી | સુશ્રી મૃણાલદેવી ગોહિલ- નાયબ અન્ન નિયંત્રકશ્રી, એ બ્લોક, ૮ મો મળ, બહુમાળી મકાન, લાલ દરવાજા |
૧૩ | ૫૧- દરિયાપુર | શ્રી આર.પી.જોષી- નાયબ કલેકટર શ્રી (વહીવટ), ઔડાની કચેરી, ઉસ્માનપુરા, અમદાવાદ |
૧૪ | ૫૨- જમાલપુર- ખાડિયા | શ્રી ડી.એમ.દેસાઈ- નાયબ કલેકટર શ્રી, બિન ખેતી, જિલ્લા સેવા સદન, અમદાવાદ |
૧૫ | ૫૩- મણીનગર | શ્રી વી.એમ.ઠક્કર- સીટી ડેપ્યુટી કલેકટર શ્રી, (પૂર્વ) લાલ દરવાજા, અમદાવાદ |
૧૬ | ૫૪- દાણીલીમડા | શ્રી વી.એમ.રાજપુત- નાયબ કલેકટર શ્રી, સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિ-૧, પોલીટેકનિક કમ્પાઉન્ડ, આંબાવાડી |
૧૭ | ૫૫- સાબરમતી | શ્રી સુરજ બારોટ- નાયબ જિલ્લા વિકાસ અધિ શ્રી. (મહેસુલ) જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા |
૧૮ | ૫૬-અસારવા | શ્રી વી.કે.પટેલ- નાયબ કલેકટરશ્રી, જમીન સુધારણા અને અપીલ, જિલ્લા સેવા સદન, અમદાવાદ |
૧૯ | ૫૭- દસક્રોઈ | શ્રી એસ.જે.ચાવડા- પ્રાંત અધિકારીશ્રી, દસક્રોઈ પ્રાંત, વસ્ત્રાલ રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ |
૨૦ | ૫૮- ધોળકા | શ્રી પી.બી.વલવાઈ- પ્રાંત અધિકારીશ્રી, ધોળકા પ્રાંત, ધોળકા, અમદાવાદ |
૨૧ | ૫૯- ધંધુકા | શ્રી વાય.પી.ઠક્કર- પ્રાંત અધિકારીશ્રી, ધંધુકા પ્રાંત, ધંધુકા, અમદાવાદ |