Western Times News

Gujarati News

ખાસ મિત્રએ જ યુવક સાથે ગદ્દારી કરીઃ વાંચવા જેવો કિસ્સો

દગાબાજ દોસ્તે પોતાનાં જ મિત્રને દુશ્મનના હાથમાં સોંપી તલવાર-છરીના ઘા ઝીંકાવ્યા

(એજન્સી)અમદાવાદ, મિત્રએ દુશ્મન સાથે હાથ મિલાવીને યુવકને તેમના હવાલે કરી દીધો હતો. હાલ મીત્રની ગદારીના કારણે દુશ્મનો ઘાતકી હથીયારો સાથે યુવક પર તુટી પડયા હતા જેના કારણે હવે તે હોસ્પિટલમં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહયો છે.

શાહઆલમ વિસ્તારમાં આવેલી મુસા મિયાંની ચાલીમાં રહેતા મહંમદ કલીમખાન પઠાણ નારોલ પોલીસ સ્ટેશનમાં સાજીદ ઉર્ફે રબડી રાજા રાશીદ અઅને મોહસીન ઉફે બંબઈયા વિરૂધ્ધ હત્યાની કોશીશ તેમજ કાવતરાની ફરીયાદ કરી છે.

એક મહીના પહેલા સાજીદ રબડી કાલીસ વચ્ચે ઝઘડો થયો હતો. સાજીદ રબડી વિરૂધ્ધ કલીમના મિત્ર આસીફ કાનાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે કલીમખાન તેના ઘરમાં હાજર હતો ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ તેના દોસ્ત મોહસીન ઉર્ફે બંબઈયાનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારી નારોલ એક કામ છે.

તું મારી સાથે ચાલ મોહસીન ભાડાની રીક્ષા લઈને કલીમખાનને લેવા માટે ઘરે આવ્યો હતો અને બંને નારોલ ખાતે મોહસીનની માસીનાઘ રે ગયા હતા. મોહસીન માસીના ઘરેથી રૂપિયા લઈને નારોલ ગામમાં ઠાકોરવાસ પાસે ગયો હતો. મોહસીને પાણીની બોટલ લેવા માટે રીક્ષા ઉભી રખાવી હતી. અને તે પાર્લરમાં બોટલ લેવા માટે ગયો હતો.

મોહસીન પાણીની બોટલ લેવા માટે ગયો ત્યારે જ સાજીદ રબડી રાશિદ સહીતના લોકો હાથમાં તલવાર અને છરીઓ લઈને આવી ગયા હતા. રિક્ષાને આંતરીને કાલીમખાને સાજીદે તલવાર મારી દીધી હતી. કલીમખામન પોતાનો જીવ બચાવવા માટે રિક્ષામાંથી ઉતરીને ભાગવા માટે દોડયો હતો પરંતુ તે પડી જતા સાજીદ, રાજા, રાશિદ રાજા રાશીદ સહીતના લોકોએ તેના પર તલવાર અને છરી વડે હુમલો કરી દીધો હતો.

સાજીદે કાલીમખાને માથામાં તલવાર મારી હતી જયારે તેના સાગરીતોએ તેના પગ તેમજ હાથ પર છરીઓના ઘા ઝીકી દીધા હતા. કાલીમખાન બચાવી બચાવોની બુમો પાડી રહયો હતો. પરંતુ કોઈ તેને બચાવવા માટે આવ્યું નહી. મોહસીન પણ દુરથી ઉભો રહીને તેને મારશ ખાતો જોઈને મજા લઈ રહયો હત. કાલીમખાન લોહીથી લથપથ થઈ ગયો

ત્યારે સાજીદે મોહસીનને કહયું હતું કે અપના કામ હો ગયા ઈસકા બદલા લે લિયા. હુમલાખોરો હુમલો કરીને ત્યાંથી નાસી ગયા હતા જયારે મોહસીને તેમજ રીક્ષાચાલકે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લીધી હતી. કલીમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.