Western Times News

Gujarati News

9 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજાશે

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિસ્તારમાં મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તેવા ઉમદા આશયથી આજે જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર અને સીઇઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યર્ક્મ ૨૦૨૪ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાની પ્રેરક ઉપÂસ્થતિ રહી હતી.આ બેઠકમાં રાજકીય પ્રમુખ અને પક્ષોના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ ઝુંબેશમાં તેમના તરફથી પૂરતો સહયોગ મળી રહે તે માટે ઉદિત અગ્રવાલ સીઇઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, મતદારયાદી ઓબઝર્વરશ્રીએ અપીલ કરી હતી.આ બેઠકમાં મતદારયાદી ઓબઝર્વર ઉદિત અગ્રવાલએ જણાવયું હતું કે, ૧૮ થી ૧૯ વર્ષના મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે આજરોજ અને તા.૦૯ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદીમાં નામ નોંધણી માટે ખાસ ઝુંબેશ યોજવામાં આવી રહી છે.

આ ઝુંબેશમાં યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધણીમાંથી રહી ન જાય તેવું સુચારું આયોજન કરવા ભા૨પૂર્વક જણાવયું હતું.આ દરમ્યાન Âસ્વપના કાર્યક્રમો તેમજ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરી વધુને વધુ લોકો આ ઝુંબેશમાં જાડાય તે માટે પોતાના રચનાત્મક સૂચનો કર્યો આપ્યા હતા.જિલ્લાના મતદારયાદી ઓબઝર્વરશ્રી ઉદિત અગ્રવાલએ તમામ મતદાર વિસ્તારના એ.આર.ઓ પાસેથી યુવા મતદારોની નોંધણી માટે કરેલી કામગીરી સમીક્ષા કરી હતી.

તેમણે યુવા મતદારોના વધુમાં વધુ નામ નોંધાય તે માટે કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ કે જયાં આ મતદારો અભ્યાસ અર્થે આવે છે.ત્યાં સ્થાનિક બી.એલ.ઓનું નામ અને નંબર લગાડવા માટેનું સૂચન કર્યું હતું.આ કાર્ય કરવાથી યુવા મતદારોને શું અનુકુળતા રહેશે. તેમજ કામગીરી કેટલી સરળ બનશે, તેની વિસ્તુત વાત પણ કરી હતી.

તેમણે એજયુકેશન સંસ્થાના આચાર્ય કે ટ્રસ્ટી સાથે રૂબરૂ સંપર્ક કરીને યુવા મતદાર નોંધણી માટેના કાર્યર્ક્મનું સુચારું આયોજન કરવા જણાવયું હતું. યુવા મતદારોને ડિસેમ્બર માસમાં યોજાનાર મતદાર નામ નોંધણી અંગેની ઝુંબેશની જાણકારી સરળતાથી મળી રહે તે માટે હોર્ડિગ્સ લગાવવા પણ જણાવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે બી.એલ.ઓની કામગીરી ખુબ મહત્વની છે, તેવું કહી તેમણે તમામ એ.આર.ઓ ને બી.એલ.ઓની તાલીમ અંગેની માહિતી મેળવી હતી.

આગામી સમયમાં કરવામાં આવનાર તાલીમની માહિતી પણ આપવા જણાવ્યું હતું તેની સાથે મતદાર નોંધણી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાના તંત્ર સાથે સંપર્કમાં રહેવા પણ કહયું હતું.

આગામી લોકસભાની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા આ ઉમદા તક છે.જેમાં તા.૦૩ અને ૦૯ ડિસેમ્બર ના રોજ ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જેમાં મતદાન મથક પર જ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજ ૫ઃ૦૦ કલાક સુધી મતદારયાદીમાં નામ નોંધાવવા ફોર્મ ભરી શકાશે.

તેમજ નામ, સરનામું કે અન્ય વિગત બદલવા માટેનું પણ ફોર્મ ભરી શકાશે.આ ખાસ ઝુંબેશના દિવસે પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગૂલી,તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.