63 ટકા વર્કિંગ વુમન આવકના 25% લાઇફસ્ટાઇલની જરૂરિયાતો માટે ખર્ચ કરે છે
77.2 ટકા વર્કિંગ વુમને કહ્યું હતું કે તેઓ પરિવારની આવકમાં યોગદાન આપે છે, 43% કામ કરતી મહિલાઓ પહેલા ખરીદી કરી, પછી ચૂકવણી કરવામાં માને છે
સર્વે મૂજબ વર્કિંગ વુમન વધુ નાણાકીય જવાબદારીઓ લેવા સાથે પૂર્વગ્રહને દૂર કરી રહી છે
મુંબઇ, મહામારીના છેલ્લાં બે વર્ષમાં મહિલાઓના નાણાકીય અભિગમમાં પરિવર્તન આવ્યું છે. વૈશ્વિક સ્તરે જબરદસ્ત વિક્ષેપને કારણે મહિલાઓની ઉદ્યોગ સાહસિકતાને બળ મળ્યું છે તેમજ તેમને વધુ નાણાકીય જવાબદારી ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરી છે.
આ યાત્રામાં 43 ટકા વર્કિંગ વુમને બાય નાઉ પે લેટર (BNPL- Buy Now Pay later) સ્કીમ હેઠળ પ્રોડક્ટ્સની ખરીદી કરી છે, જે મહિલાઓને ક્રેડિટ સેવી બનાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા સૂચવે છે. 80 ટકા જેટલી વર્કિંગ વુમન તેમના ક્રેડિટ સ્કોર વિશે સજાગ છે, જે મેટ્રો અને નોન-મેટ્રો મહિલાઓ બંન્નેમાં ક્રેડિટ અંગે જાગૃકતા સૂચવે છે.
ક્રેડિટ પ્રોડક્ટ્સ માટેના ઓનલાઇન માર્કેટપ્લેસ ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લક્ષ્યમાં રાખતાં વર્કિંગ વુમન ઉપર હાથ ધરાયેલા #WorkingStree અભ્યાસની ત્રીજી આવૃત્તિમાં કેટલાંક રસપ્રદ તારણો બહાર આવ્યાં છે.
આ અભ્યાસ ટિયર 1 અને ટિયર 2 શહેરોમાં રહેતી 18-60 વર્ષ (જેન એક્સ, જેન વાય, જેન ઝેડ)માં 5000 વર્કિંગ વુમન ઉપર હાથ ધરાયો હતો, જેમાં તેમના ખર્ચ-બચત-રોકાણ તથા ક્રેડિટ અંગે તેમના આઉટલુક સંબંધિત તેમના નાણાકીય અભિગમના વ્યાપક ઓવરવ્યૂ રજૂ કરવામાં આવ્યો છો.
વધુમાં સર્વેમાં અનુમાન કરાયું છે કે પર્સનલ અને પ્રોફેશ્નલ વિકાસ 52 ટકા વર્કિંગ વુમન માટે સૌથી મોટું પ્રોત્સાહક પરિબળ છે, જે બાદ 46 ટકા નાણાકીય સ્વતંત્રતા બીજું પરિબળ તેમજ 18 ટકા સાથે આર્થિક સુખાકારી ત્રીજા ક્રમે છે. પ્રોફેશ્નલ લોન અને તેની ટીકીટ સાઇઝ બાબતે 41 ટકા વર્કિંગ વુમને રૂ. 1 લાખથી ઓછી લોન લીધી છે, જ્યારે કે લગભગ 24 ટકાએ રૂ. 1 લાખથી રૂ. 5 લાખ વચ્ચેની લોન લીધી છે.
77.2 ટકા વર્કિંગ વુમને કહ્યું હતું કે તેઓ પરિવારની આવકમાં યોગદાન આપે છે, જે સૂચવે છે કે વધુને વધુ ભારતીય પરિવારો એ હકીકતને સ્વિકારી રહ્યાં છે કે મહિલાઓ પરિવારનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. આશ્ચર્યજનક રીતે સર્વેમાં જણાયું છે કે 50 ટકા વર્કિંગ વુમન સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લઇ રહી છે. આ સ્પષ્ટ પ્રકારે સૂચવે છે કે મહિલાઓ મુખ્ય નિર્ણય કરતાં તેમના ફાઇનાન્સનો ચાર્જ લઇ રહી છે.
અહેવાલમાં જણાયું છે કે લગભગ 39 ટકા વર્કિંગ વુમન પાસે ઓછામાં ઓછું એક ક્રેડિટ કાર્ડ છે. આ સંખ્યા સારો ક્રેડિટ સ્કોર ધરાવતી મહિલાઓ દર્શાવે છે. આશ્ચર્યજનક રીતે તેમાંથી 23 ટકા પાસે વિવિધ હેતુઓ – ઓનલાઇન શોપિંગ, ટ્રાવેલ બુકિંગ્સ, ફ્યુઅલની ખરીદી વગેરે માટે બે અથવા વધુ ક્રેડિટ કાર્ડ્સ છે.
આ સૂચવે છે કે મહિલાઓ વચ્ચે ક્રેડિટ અંગે જાગૃતિમાં વધારો થઇ રહ્યો છે, જેના પરિણામે લાભોને આધારે વિવિધ ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે. બીએનપીએલ સ્કીમ વર્કિંગ વુમન માટે તેમના ક્રેડિટ સ્કોરની રચનાની દિશામાં પ્રથમ કદમ સાબિત થયું છે.
ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, “સમગ્ર ભારતમાં વર્કિંગ વુમન ઉપર #WorkingStree 3.0 સર્વે આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ – બ્રેકધબાયસ સાથે સુસંગત છે. રૂઢિવાદી બાબતોની સામે લડવાથી લઇને પોતાના પ્રિયજનોની કાળજી લેવા સુધી આજની મહિલાઓ નાણાકીય વિશ્વમાં સમાન હિસ્સો ધરાવે છે.
મહિલાઓ વચ્ચે ક્રેડિટ જાણકારીમાં વધારો તથા તાજેતરના બીએનપીએલ જેવાં પરિબળોથી વધુ મહિલાઓ ક્રેડિટના દાયરામાં આવશે અને તેનાથી ભારતની વપરાશની માગને જબરદસ્ત બળ મળશે.”
આ અહેવાલમાં જોવા મળ્યું છે કે લોકડાઉન બાદ લગભગ 63 ટકા વર્કિંગ વુમન તેમની આવકના 0-25 ટકા તેમની લાઇફસ્ટાઇલની જરૂરિયાતો માટે ખર્ચ કરે છે, જ્યારેકે તેમાંથી 26 ટકા તેમની આવકના 26-50 ટકા સુધીનો ખર્ચ કરે છે, જે દર્શાવે છે કે મહિલાઓ તેમની લાઇફસ્ટાઇલની જરૂરિયાતો પ્રત્યે વધુ સાવચેત બની રહી છે.