સીકરના પ્રસિદ્ધ ખાટૂશ્યામજીના મેળામાં ભાગદોડ: ૩ મહિલાના મોત
સીકર, રાજસ્થાનના સીકરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ ખાટૂશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે ભાગદોડ મચી છે. જેમાં ૩ મહિલા ભક્તોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી દઇ છે અને રાહત કાર્ય શરુ કરી દીધું છે. હાલ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના માસિક મેળામાં સામેલ થવા માટે ઉમટી પહેલી ભીડના કારણે બની હતી.
મંદિરમાં પોલીસ તૈનાત રહે છે. મેળા દરમિયાન પોલીસની સંખ્યા વધારવામાં પણ આવે છે. જાેકે સોમવારે ભારે ભીડના કારણે વ્યવસ્થા સચવાઇ ન હતી. પોલીસ શ્રદ્ધાળુઓની ભીડને સંભાળે તે પહેલા ભાગદોડ શરુ થઇ ગઇ હતી. પોલીસકર્મી પણ ગભરાઇ ગયા હતા.
ભાગદોડના કારણે શ્રદ્ધાળુ એકબીજા પર ચડીને ભાગવા લાગ્યા હતા. દુર્ઘટનામાં ત્રણ મહિલાના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત પણ છે. પોલીસ અને મંદિર પ્રબંધન કમિટીના પદાધિકારીઓ અને સ્વંયસેવકોએ ઈજાગ્રસ્તોને સ્થાનીય હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
જ્યાં બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાથી જયપુર રેફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે ખાટૂશ્યામમાં દર મહિને યોજતા માસિક મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં રહે છે. જાેકે મંદિરનું ક્ષેત્રફળ ઓછું હોવાના કારણે આવી ઘટના બનતી રહે છે.
રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં ૩ શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ અને મંદિર કમિટીના ગાર્ડ્સે વ્યવસ્થા સંભાળી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. હાલ ખાટુશ્યામજી પોલીસ મથક સમગ્ર મામલે તપાસમાં લાગી છે.
એવું કહેવાય છે કે સવારે ૫ વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી.
અફડાતફડીમાં ભીડને માંડ કંટ્રોલ કરાઈ અને સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓએ મોરચો સંભાળતા ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ૩ મહિલાઓએ દમ તોડ્યો. આ બાજુ સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સામેલ એક મહિલાની ઓળખ થઈ ચૂકી છે. હાલ મામલાની આગળના કાર્યવાહી ચાલુ છે. અત્રે જણાવવાનું કે કોરોનાકાળ બાદ ખાટુશ્યામમાં દર મહિને લાગતા માસિક મેળામાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં રહે છે.SS1MS