હૈદરાબાદમાં ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ મચી, ૧નું મોત
નવી દિલ્હી, ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ દેશભરના સિનેમાઘરોમાં આવી ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ દરમ્યાન હૈદરાબાદના એક થિયેટરની બહાર મોટી દુર્ઘટના સર્જા હતી.
હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર રાત્રે નાસભાગ મચી ગઈ હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. ભીડમાં ચગદાઈ જવાને કારણે તેનું બાળક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.
પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યોઅલ્લુ અર્જુન બુધવારે રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો. થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો તેને જોવાની કોશિશ કરી રહ્યા હતા, જેના કારણે બબાલ થઈ હતી, ધક્કા મુક્કી પણ સર્જા હતી, જેના કારણે સંખ્યાબંધ લોકો પડી ગયા હતા, જેના કારણે કેટલાક ઘાયલ થયા.
ઘટનાસ્થળેથી એક બાળકનો વીડિયો પણ સામે આવ્યોભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટનાસ્થળેથી એક બાળકનો વીડિયો પણ સામે આવ્યો છે, જે બેભાન અવસ્થામાં જોવા મળી રહ્યો છે. પોલીસ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.
નાસભાગમાં બાળકની માતાનું મોત થયું છે.૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પુષ્પા ૨વિવેચકો દ્વારા આ ફિલ્મને શાનદાર ગણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અલ્લુ ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. પુષ્પાના પહેલા ભાગે હલચલ મચાવી દીધી. અલ્લુની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
લગભગ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પુષ્પા ૨ ભારતની મોંઘી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ચાલો જોઈએ કે પુષ્પા ૨ બિઝનેસના સંદર્ભમાં શું સફળતા મેળવે છે.પુષ્પા ૨ વિવાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ને લઈને હોબાળો થયો છે.
ચાહકો ‘પુષ્પા ૨’ જોવા આતુર છે. દરમિયાન, પિક્ચર શોના સમય પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હૈદરાબાદના સિનેમાઘરોમાં ‘પુષ્પા ૨’નો શો સવારે ૩ વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આનાથી નારાજ કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશને બેંગલુરુ જિલ્લા કમિશનરને પત્ર લખ્યો હતો.SS1MS