માણાવદર શાકમાર્કેટ રોડ ઉપર આખલા યુદ્ધે ચડતા લોકોની નાસભાગ
(પ્રતિનિધિ)માણાવદર, માણાવદરમાં રખડતા ઢોરના ત્રાસે માઝા મૂકી છે તેમજ અલમસ્ત ખુટીયાઓ વારંવાર સામસામમાં યુદ્ધે ચડતા હોય તેની અડફેટે ચડીને અસંખ્ય લોકોએ હાથ પગ ગુમાવ્યા છે. આજે માણાવદરની શાકમાર્કેટ રોડ ઉપર બે ખુટિયા યુદ્ધે ચાડતા લોકોની નાશ ભાગ થઈ પડી હતી યુદ્ધે ચડેલા આ ખુટિયાઓએ આસપાસની દુકાનોમાં રહેલ માલ સામાનને પણ ઢીકે ચડાવી રોડ ઉપર ફગાવી દીધો હતો.
આ રોડ ઉપર મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, હવેલી તથા પ્રાથમિક શાળા આવેલી છે જેથી આ રોડ કાયમ માણસોની ભીડ થી ઉભરાઈને ટ્રાફિકજામ રહે છે. બરાબર રસ્તાની વચ્ચે જ ખુટિયાઓ પગદંડો જમાવીને ઊભા રહેતા હોવાથી વાહન ચાલકો પણ નીકળી શકતા નથી. આ ખૂટ્યાંને તગડવા જનાર લોકોને પણ તે ગાંઠતા નથી અને તેને મારવા સામે થઈ જાય છે લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે.
નગરપાલિકા તંત્ર આ હરાયા ખુટિયાઓને અત્રેની ગૌશાળામાં મોકલી આપી શહેરને રખડતા ઢોર મુક્ત કરે તેવી માંગણી વેપારીઓ તથા લોકોએ કરી છે