Western Times News

Gujarati News

જાેઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આધુનિકતમ ન્યૂ જનરેશન રોબોટિક સિસ્ટમ

અમદાવાદ, સર્જિકલ ઓર્થોપેડિક્સના ક્ષેત્રમાં નવયુગનો પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ કરીને જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીએ તાજેતરના દાયકાઓમાં ખૂબ ઝડપી વિકાસ દર્શાવ્યો છે. વિશ્વભરમાં સ્વાથ્ય સેવા અને ઓર્થોપેડિક્સમાં ટેકનોલોજી ક્ષેત્રે નવી પ્રગતિનો સંચાર એ કોઈ અપવાદ નથી.

જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ક્ષેત્રે દર્દીઓ અને સક્રિય આરોગ્ય કર્મીઓની અપેક્ષાઓ સંતોષવા આપણે પડકારો ઉઠાવી ક્રાંતિકારી પરિવર્તનો લાવવા અપડેટ રહેવું એ હાલના સમયની માંગ છે. ડોડિમ્પલ પારેખના નેતત્વ હેઠળ, અમે અમદાવાદની પારેખ હોસ્પિટલ્સ ખાતે અમે ગુજરાત રાજ્યમાં સાંધા બદલવા માટે રોબોટિક ટેકનોલોજીના ઉપયોગની પહેલ કરી.

છેલ્લા પવર્ષમાં વૈશ્વિક ભૌગોલિક સીમાઓ વટાવી ૩૦૦૦થી વધુ સફળ જાેઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર કરી છે. આ કેસોનો સફળતાદર આશરે ૯૯.૮૩% છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોમાં આયુષ્યવૃદ્ધિ અને સારવારના વિકલ્પો તેમજ દર્દ નિવારણ વિષે જાગૃતિ આવવાથી જાેઈન્ટ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયાઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી છે.

ભારતમાં જાેઈન્ટ રિપ્લેસમેન્ટની સંખ્યા ૨૦૨૦થી ૨૦૨૬ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ દરે વધવાની તૈયારીમાં છે. રોબોટિક સર્જરીની માંગમાં વધારો થવાથી, અમે હવે અમારા આર્મમેન્ટેરિયમમાં સેકન્ડજનરેશનરોબોટનો ઉમેરો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.