અમદાવાદના ભુલાભાઈ પોલીસ ચોકી પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું
અમદાવાદ, અમદાવાદના ભુલાભાઈ પોલીસ ચોકી પરિક્ષિતલાલ નગર બહેરામપુરા ખાતે આજરોજ ભીમ સેના યુવક મિત્ર મંડળ આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના હસ્તે કરાયું હતુ આ પ્રસંગે મ્યુનિ.વિરોધ પક્ષના નેતા સહેજાદખાન પઠાણ, સલીમભાઈ સાબુવાળા કાઉન્સિલર, રમીલાબેન પરમાર કાઉન્સિલર, તેમજ ભીમ સેના યુવક મિત્ર મંડળના વિનોદભાઈ સોલંકી, હરજીભાઈ પરમાર, હરીશભાઈ સોલંકી, મુકેશભાઈ સોલંકી, ઉમેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ જાદવ, કૈલાશભાઈ ખાણીયા, અશોકભાઈ સોહેલીયા, ભાવેશભાઈ ખુમાપ, વિજય રાઠોડ, યોગેશ પરમાર સહિત મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહયા હતા.