Western Times News

Gujarati News

પડકારોનો સામનો કરતી યુવતીની કહાણી “માન્યતા  – આકાશથી ઊંચા સપના”

 જુઓ આ શોનું પ્રીમિયર ૨૮મી ઑગસ્ટના રાત્રે ૮:૩૦ વાગ્યે સોમવારથી શનિવાર માત્ર કલર્સ ગુજરાતી પર

દરેક છોકરીને મોટા સપના જોવાનો અને તે આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવાનો અધિકાર છે. માન્યતાઓ અને સપના એકબીજા સાથે જોડાયેલા છે; પોતાનામાં વિશ્વાસ ધ્યેય હાંસલ કરવાનો માર્ગ મોકળો કરે છે, પણ જો તમારા સપનાઓ પુરા કરવાના માર્ગમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે અને તમારો દ્રઢ નિશ્ચય પણ ડગી જાય તો ?

આ બધી પરિસ્થિતિઓનો સામનો કરતી માન્યતા શું તેને પાર કરી અને તેની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકશે? તે કેવી રીતે પુરુષપ્રધાન બિઝનેસ ક્ષેત્રમાં પોતાની સાખ એક સફળ બિઝનેસવુમન તરીકે કેવી રીતે સ્થાપિત કરી શકે? શું તે પોતાની મહત્વાકાંક્ષાઓ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવી શકશે? આ મહત્વપૂર્ણ પ્રશ્નોનો જવાબ જોવા મળશે કલર્સ ગુજરાતીના નવા શો “માન્યતા – આકાશથી ઊંચા સપના” માં.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રની નંબર 1 ચેનલ તરીકે કલર્સ ગુજરાતી આ આકર્ષક કથા લઇને આવી રહ્યું છે. આ કથાના મૂળમાં બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વની વાત છે: માન્યતા વિરાણી, જે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે જયારે ધનરાજ કશ્યપ, એક સફળ બિઝનેસમેન છે. જયારે તેમના માર્ગ એકબીજાને ક્રોસ કરે છે ત્યારે કથામાં જબરદસ્ત પરિમાણો સર્જાય છે. “માન્યતા – આકાશથી ઊંચા સપના” ૨૮મી ઓગસ્ટથી, સોમવાર – શનિવાર, રાત્રે ૮:૩૦ કલાકે ફક્ત કલર્સ ગુજરાતી પર જોવા મળશે.

આ શો વિશે વધુ વાત કરતા કલર્સ ગુજરાતીના બિઝનેસ હેડ શ્રી વિપુલ નાગર જણાવે છે કે , “કલર્સ ગુજરાતી હંમેશા તેના દર્શકો માટે વિવિધતાઓ ભર્યા પ્રોગ્રામ્સ લઈને આવવા માટે જાણીતું છે, જે સમાજના બંને બહોળા અને વિશિષ્ટ વર્ગને આકર્ષે છે. ‘માન્યતા’, અમારો નવો ઓરિજિનલ ફિક્શન શો, આપણા સમાજમાં મહિલાઓ / છોકરીઓ વિશેના સ્ટિરિયોટિપીકલ વિચારો અને કઠોર વ્યાખ્યાઓને સુંદર રીતે દર્શાવે છે અને પડકારે છે.

જયારે એક યુવતી જેનો કોઈ ગોડફાધર નથી અને તેની પારિવારિક જવાબદારીઓ પણ ખુબ જ હોય છે છતાં તે પોતાના સપનાઓ પુરા કરવા માટે દરેક પડકાર સ્વીકારી અને મક્કમ મને આગળ વધતી જાય છે અને માન્યતા પોતાની સફર દ્વારા કેવી રીતે બિઝનેસ જગતમાં પોતાની આગવી ઓળખાણ બનાવશે તે આ વાર્તાનો મુખ્ય વિષય રહેશે. આ શો મજબૂત પાત્રોને એકસાથે લાવે છે અને આપણા સમાજમાં ભાગ્યે જ ચર્ચાતા મુદ્દાઓને સંબોધિત કરે છે.”

જોવાનું ચુકતા નહિ એક સાધારણ યુવતી માન્યતાની અસાધારણ બિઝનેસવુમનમાં પરિવર્તિત થવાની અને તેના સપનાઓ સાકાર કરવાની વાર્તા “માન્યતા – આકાશ થી ઊંચા સપના” શો પ્રીમિયર થશે ઓગસ્ટ ૨૮ના અને સોમવારથી શનિવાર રોજ રાત્રે ૮:૩૦ કલાકે, માત્ર કલર્સ ગુજરાતી પર જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.