સુરત શહેરમાં રખડતા શ્વાને લીધો વધુ એકનો ભોગ
સુરત, સુરતમાં રખડતા શ્વાને વધુ એકનો જીવ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં હડકવાના લક્ષણો સાથે સારવાર માટે ખસેડાયેલા વૃદ્ધનું મોત થયું છે. ચાર મહિના પહેલા શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જાે કે રસી લીધી નહોતી. પરંતુ બે દિવસથી મૃતક વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા.
જેથી નવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. થોડા દિવસો પહેલા બે બાળકોના પણ શંકાસ્પદ મોત થાય હતા. ગત મહિને શહેરમાં ખજાેદ વિસ્તારમાં ૨ વર્ષની બાળકીને શ્વાને ૪૦ જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.ખજાેદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા.
જાેકે બાળકીને ૩૦ થી ૪૦ જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે.
જાેકે ગત વર્ષ ૨૦૨૨માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ ૧૬૫૩ વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા વરાછામાં માસુમ બાળકીને બાદ વેડ રોડ ખાતે એક બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે ખજાેદ ડાયમંડ બુર્સમાં બે વર્ષીય માસુમ બાળકી પર ત્રણ ચાર કૂતરઓએ હુમલો કરતા ૩૦ થી ૪૦ બચકા ભરતા ચકચાર મચી જવા પામી હતી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, વેડ રોડ, વરાછા, નાનપુરા, કતારગામ, વરાછા, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કુતરા બચકાં ભરે છે.
જાેકે વર્ષ ૨૦૨૨ સુરતના વિવિધ વિસ્તારોમાં ૧૬૬૫૩ કૂતરાએ બચકા ભર્યા હતા. જેમાં સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં ૯૩૮૯ અને સ્મીમેર હોસ્પિટલમાં ૭૨૬૪ વ્યકિતઓ આવ્યા હતા.SS1MS