Western Times News

Gujarati News

યુ ટ્યૂબ ઉપર વ્યૂઅર્સ ઓછા થતાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો

યુવક ગ્વાલિયરમાં ભણતો હતો અને તેણે એક ઈમારતના ત્રીજા માળેથી કુદીને મોત વહાલું કરી લીધું હતું

ગ્વાલિયર,  સોશિયલ મીડિયાનુ વળગણ અને ક્રેઝ ઘણી આડઅસરોને જન્મ આપી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર ઓછી લાઈક્સ મળતી હોય તો ઘણા યુવાઓ હતાશામાં સરી પડતા હોય છે. હૈદ્રાબાદમાં તો ૨૩ વર્ષના એક વિદ્યાર્થીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર વ્યૂવર્સ ઓછા થઈ જવાના કારણે આપઘાત કરી લીધો છે.

યુવક ગ્વાલિયરમાં ભણતો હતો અને તેણે એક ઈમારતના ત્રીજા માળેથી કુદીને મોત વ્હાલુ કરી લીધુ હતુ.તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે , જેમાં તેણે લખ્યુ છે કે, હું મારી યુ ટ્યુબ ચેનલ પર દર્શકોની સંખ્યા ઓછી થવાથી તેમજ માતા પિતા દ્વારા કેરિયરને લગતી સલાહ નહીં અપાતી હોવાથી નિરાશ હતો.

પોલીસનુ કહેવુ છે કે, સી.ધીના નામના વિદ્યાર્થીએ વહેલી સવારે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતુ મુકયુ હતુ.અવાજ આવતા ચોકીદાર ત્યાં દોડી આવ્યો હતો અને તેણે આ યુવકને પડેલો જાેઈને ચોકીદારે પોલીસને જામ કરી હતી. યુવકના માતા પિતા બંને નોકરી કરે છે.પોલીસનુ કહેવુ છે કે, ઓનલાઈન પોસ્ટ કરેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યુ હતુ કે, હું મારા જીવનથી નિરાશ છું અને જિંદગીમાં મારે શું કરવુ છે તેની ખબર પડી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.