જાલંધરની એક ખાનગી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટે કર્યું સુસાઈડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Jalandhar.jpg)
જાલંધર, મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં થયેલા સ્સ્જી કાંડ પછી થયેલો હોબાળો હજી શાંત થયો નથી ત્યાં જાલંધરની એક ખાનગી યુનિવર્સિટીની અંદર એક સ્ટુડન્ટે સુસાઈડ કરી લીધી છે. તેને લઈને યુનિવર્સિટી અંદર પણ દેખાવો થયા છે.
કપૂરથલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીમાં સાંજે ૫.૩૦ વાગ્યે એક સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી હતી. તે પછીથી પોલીસે રૂમને સીલ કરી દીધો હતો. ત્યાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં આત્મહત્યા કરનાર સ્ટુડન્ટે ઘણા કારણો લખ્યા છે. મૃતક સ્ટુડન્ટના પરિવારના સભ્યોને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી છે અને તેઓ ઝડપથી ત્યાં પહોંચશે.
પોલીસે કહ્યું કે આ મામલામાં જે પણ વધુ કાર્યવાહી કરવામાં આવશે, તે અંગે માહિતી આપવામાં આવશે. એસડીએમ ફગવાડે કહ્યું કે આ દુઃખદ ઘટના છે. તેમણે ખાનગી યુનવર્સિટીના સ્ટુડન્ટને અપીલ કરી છે કે તે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવે અને સ્ટુડન્ટ્સ આ પ્રકારની અફવામાં ન આવે.
તેમણે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તે શાંતિ જાળવી રાખે. ખાનગી યુનિવર્સિટીએ આ સુસાઈડની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે સુસાઈડની નોટ મુજબ આત્મહત્યા કોઈ ખાનગી કારણોસર કરવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસન તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.SS1MS