Western Times News

Gujarati News

કેટમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા ટોપ ૧૧માં ગુજરાતનો એક વિદ્યાર્થી

અમદાવાદ, દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ( આઈઆઈએમ) અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું પરિણામ જાહેર કરી દેવાયુ છે.

જેમાં દેશમાંથીની પરીક્ષામાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા ટોપ ૧૧ વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ છે. જ્યારેમાં૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા દેશના ૨૨ વિદ્યાર્થીઓમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ છે અને આ ત્રણ વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી અમાવાનો લૉ બેક ગ્રાઉન્ડ ધરાવતો વિદ્યાર્થી છે.

દર બે વર્ષે દેશની જુદી જુદી આઈઆઈએમ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ કન્ડક્ટ કરવામા આવે છે ત્યારે આ વર્ષે આઈઆઈએમ-બેંગલોર દ્વારા કેટ લેવામા આવી હતી.જે ગત ૨૭મી નવેમ્બરે દેશભરના સેન્ટરોમાં લેવાઈ હતી.આ વર્ષે દેશભરમાંથી ૨.૫૫ લાખ જેટલા ઉમેવાર કેટ પરીક્ષા માટે નોંધાયા હતા.

જેમાંથી ૨.૨૨ લાખ ઉમેવારે પરીક્ષા આપી હતી.જેમાં ૬૫ ટકા યુવકો અને ૩૫ ટકા યુવતીઓ તથા ૪ ટ્રાન્સજેન્ડર કેટેગરીના છે.ગત વર્ષ કરતા આ વર્ષે કેટ આપનારા ઉમેવારો વધ્યા છે.આ વર્ષના જાહેર થયેલા કેટ રિઝલ્ટ મુજબ દેશભરમાંથી ૧૧ વિદ્યાર્થીએ પુરા ૧૦૦ પર્સન્ટાઈલ મેળવ્યા છે.

જેમાં ગુજરાત, કેરળ, મધ્યપ્રેશ, હરિયાણા અને ઉધાર પ્રેશનો એક એક વિદ્યાર્થી છે જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલંગાણાના બે-બે વિદ્યાર્થી છે.આ ૧૧ વિદ્યાર્થીઓમાં તમામ યુવકો છે ,એક પણ મહિલા ઉમેવારનો ટોપ ૧૧માં સમાવેશ થયો નથી.

કેટ એક્ઝામ એન્સી-કમિટી દ્વારા જાહેર કરાયેલા પરિણામની વિગતો મુજબ દેશભરમાંથી કુલ ૨૨ વિદ્યાર્થીએ આ વર્ષે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળના ૩-૩ વિદ્યાર્થી છે જ્યારે દિલ્હી, કર્ણાટક, અને ઉત્તર પ્રદેશના બે બે વિદ્યાર્થી છે તેમજ દિલ્હી, પંજાબ, રાજસ્થાન,તમિલનાડ અને તેલંગાણાનો એક એક વિદ્યાર્થી છે.

આ ૨૨ વિદ્યાર્થીમાં યુવકો ૨૧ અને યુવતી એક જ છે.૯૯.૯૮ પર્સેન્ટાઈલ મેળવનારા દેશમાંથી ૨૨ વિદ્યાર્થીઓ છે.જેમાં ૧૯ યુવકો અને ૩ યુવતીઓ છે.

જાે કે આ ૨૨ વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. ગુજરાતનો ટોપર અને ૧૦૦ પર્સન્ટાઈલ મેળવનારો વિદ્યાર્થી અમદાવાદ સિવાયના અન્ય શહેરનો હોવાનો અંદાજ છે પરંતુ હજુ સુધી તેની જાણકારી મળી શકી નથી પરંતુ ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા ત્રણ વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી અમદાવાદનો હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રથમ શાહ નામનો આ વિદ્યાર્થી અમદાવાદની જીએલએસ લૉ કોલેજનો અને ઈજનેરી બેક ગ્રાઉન્ડ ન હોય તેવો પ્રથમ વિદ્યાર્થી છે.આ વર્ષે ૧૦૦ પર્સેન્ટાઈલ ધરાવતા ૧૧ વિદ્યાર્થીમાં ૧૦ એન્જિનિયરિંગના છે અને એક જ અન્ય બેકગ્રાઉન્ડ ધરાવતો છે.જ્યારે ૯૯.૯૯ પર્સન્ટાઈલ ધરાવતા ૨૨ વિદ્યાર્થીમાં ૧૬ ઈજનેરીના અને ૯૯.૯૮ પર્સન્ટાઈલ ધરાવતા ૨૨ વિદ્યાર્થીમાં ૧૫ ઈજનેરીના વિદ્યાર્થી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.