સુરતની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
સુરત, શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. શુક્રવારે બપોરે પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ સમરસ હોસ્ટેલના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.
ઉમરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડાંગનાં વઘઈ તાલુકાનાં બારખંડીયા ગામની વતની દેવાંશી ઇશ્વરભાઇ પાલવેએ પીપલાદ સ્થિત એસવીએનઆઈટી કોલેજમાં સિવિલ એન્જેનિયરિંગનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન શુક્રવારે સાંડે સાડા ચારે વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થિનીએ દેવાંશીનાં રૂમનો દરવાજાે અડધો ખુલ્લો જાેઇ અંદર ગઇ હતી.
પરંતુ અંદરનું દ્રશ્ય જાેતાં તે હેબતાઇ ગઇ હતી. રૂમમાં દેવાંશીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ અન્ય વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં તમામ લોકોને આ અંગે જાણ થઇ હતી. જે બાદ ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, દેવાંશી પાલવે શાંત સ્વભાવની હતી. દેવાંશી ઉતરાયણની રજાઓમાં ઘરે ગઈ હતી. તે ચાર દિવસ પહેલા જ ઘરેથી રજા પૂરી કરી ફરી સુરત આવી હતી. સુરતમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ અધિકારી સહિત શી ટીમ અને સમાજ કલ્યાણની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘટના સાથે પહોંચી તપાસ શરૂ કરી હતી.SS1MS