યૂથ પાર્લામેન્ટમાં સી.બી.પટેલ આર્ટસ કોલેજનો વિદ્યાર્થી ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાને
(પ્રતિનિધિ) નડિયાદ,
નેહરુ યુવા કેન્દ્ર (Department of Ministry Youth Affairs & Sports) 12 National Youth Parliament Festival ૨૦૨૩ નું – આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, ખેડા, છોટા ઉદેપુર તથા નર્મદા એમ ચાર જિલ્લાના વિદ્યાર્થીઓ જાેડાયા હતા. Google Meª એપ્લિકેશન પર ઓનલાઈન યોજાયેલ આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ ‘Health Wellbeing & Sports Agenda for Youth’, ‘Skill Development – One of the Keys to empower youth’, ‘Social Media – Youth Perspective’ વગેરે વિશે પર પોતાના વિચારો રજુ કર્યા હતા.
ખેડા જિલ્લા કક્ષાએ સી. બી. પટેલ આર્ટસ કોલેજના વિદ્યાર્થી મહંમદહાશમી મલેકે પ્રથમ નંબર તથા કું.આયશા વ્હોરાએ દ્વિતીય નંબર મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. કોલેજના આચાર્યશ્રી ડો.મહેન્દ્રકુમાર દવે, એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર, નેહરુ યુવા કેન્દ્રના યૂથ ઓફિસર શ્રીમહેશભાઈ રાઠવા, શ્રીસંજયભાઇ પટેલ તથા અધ્યાપકમિત્રોએ જિલ્લા કક્ષાએ નંબર મેળવતા વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી. ડો.પ્રકાશભાઇ વિછીયા (નડીઆદ), ડો.રાજેશભાઈ ગોધરા (ગોધરા), પ્રો.પી.એમ.પરમાર (વડોદરા), ડો.મુકેશભાઇ જાેષી (આણંદ) તથા ડો.મીબેન મજમુદાર (કરજણ) એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.