ગીર સોમનાથનો વિદ્યાર્થી નકલી ASI બની રોફ મારતા ઝડપાયો
જૂનાગઢ, જુનાગઢમાથી પોલીસે નકલી એએસઆઈને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી. સી ડીવીઝનમાં પીએસઆઈ આર.પી. વણઝારના માર્ગદર્શ્નના તેમના ગુન્હા શોધક શાખાનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો. તે દરમ્યાન શહેરમાં ગાંધીગ્રામ ખાતે આવેલા સિદ્ધિવિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આંટાફેરા મારે છે.
અને પોતે પોલીસ ખાતામાં કોઈપણ નોકરી કરતો નથી એવી બાતમી મળતા પોલીસે સિદ્ધિ વિનાયયક બોયઝ હોસ્ટેલ પાસે ઘસી જઈ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામના યુવરાજ રામશીભાઈ જાદવ ઉ.વ.ર૦ નામના યુવકને ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરી હતી.
હાલ સિદ્ધવિનાયક પીજી હોસ્ટેલમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો યુવરાજ જાદવની પુછપરછ કરતા તેની પાસે પોલીસ રાજયસેવકનો હોદો ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડીપાર્ટમેન્ટના એએસઆઈના હોદા પર હોવાને દેખાવ કરવા પોલીસ યુનિફોર્મ પહેરીને અને એએઆઈને તરીકેં ખોટું નામ ધારણ કરી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું હતું. આથી યુવરાજની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.