Western Times News

Gujarati News

રાજકોટમાં પોલિટેકનીક કોલેજમાં જ એક વિદ્યાર્થીએ બીજાને છરી ઝીંકી

રાજકોટ, રાજકોટ શહેરની આજીડેમ ચોકડી નજીક સરકારી પોલિટેકનીક કોલેજમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ચાલુ ક્લાસમાં છરી ભોંકી દીધી હતી. આ સાથે જો બચી જશે તો પાછો મારી નાંખવાની ધમકી આપી હતી. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો.

બીજી તરફ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આ મામલે ખંભાળીયાના ભરાણા ગામના વતની અને હાલ રાજકોટની બો‹ડગમાં રહેતા અને પોલીટેકનીક કોલેજમાં સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતાં અઢાર વર્ષના છાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે મંગળવારે ઓગણીસમીએ હું કોલેજે ગયો હતો. ત્યાં એકાદ વાગ્યે લંચ બ્રેક પડતાં હું અને બીજા બે મિત્ર મજાક મશ્કરી કરતાં હતાં. આ વખતે અમારા જ વર્ગમાં ભણતો અન્ય છાત્ર ત્યાં આવ્યો હતો અને તમે શું ઠઠ્ઠા મશ્કરી કરો છો? તેમ કહેતાં મેં તેને અમે મશ્કરી કરીએ તેમાં તને શું વાંધો છે? તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળ દેતાં મેં તેને ગાળ બોલવાની ના પાડતાં તેણે મન ધક્કો દઇ પછાડી દીધો હતો.

બાદમાં હું મારા ક્લાસમાં જતો રહ્યો હતો. બપોરે બે વાગ્યે તે ફરીથી ક્લાસમાં ધસી આવ્યો હતો ત્યારે તેના હાથમાં છરી હતી. તેણે મને કમરની ઉપરના ભાગે ડાબી બાજુ એક ઘા મારી દેતાં હું રાડારાડી કરવા માંડતા તે ભાગી ગયો હતો. જતાં જતાં ધમકી આપી હતી કે જો તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ.

ફરિયાદમાં જણાવાયા મુજબ, આ વખતે મારા મિત્રો આવી ગયા હતાં અને મને મોટરસાઇકલમાં બેસાડી ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. મને ખુબ જ લોહી નીકળતું હોઇ બ્લડપ્રેશર લો થઇ જતાં સંપુર્ણ ભાનમાં નહોતો. મને દાખલ કરાયો હતો. આજે ભાનમાં આવતાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.