કોરોનાના ઓમિક્રોન સ્વરૂપનો સબ વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ જાેખમી
ટોક્યો, જાપાનના સંશોધનકર્તાઓએ એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે કોરોનાના ઓમિક્રોન સ્વરૂપનો સબ વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ વધુ જાેખમી છે. આ સબ વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાવાની ક્ષમતા રાખે છે. સંશોધનકર્તાઓ અનુસાર ૩ વર્ષ બાદ પણ કોરોના વાયરસનો ડર હજુ ગયો નથી. જાેકે, તેના વિરુદ્ધ વધુ પ્રભાવી વેક્સિન હાજર છે. તેમ છતાં આના વાયરસમાં આનુવંશિક પરિવર્તનો પર નજર રાખવી ખૂબ જરૂરી છે. એક અભ્યાસ દ્વારા જાપાની સંશોધનકર્તાઓના નેતૃત્વમાં એક ટીમે તાજેતરમાં જ નવા એક્સબીબી.૧.૫ સબ વેરિઅન્ટને ચિહ્નિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેની જાણ ૧ ઓક્ટોબર ૨૦૨૨માં થઈ હતી.
જાપાનની એક યુનિવર્સિટીના પ્રોફેસરના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો એક્સબીબી.૧.૫ સબ વેરિઅન્ટ ગત સ્વરૂપની તુલનામાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે અને તેમાં આગામી સ્વરૂપને પેદા કરવાની ક્ષમતા પણ વધુ છે. દરમિયાન મહામારી વૃદ્ધિને લઈને આશંકા વ્યક્ત કરી શકાય છે. તે માટે આપણે જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને સાવધાની રાખવી જરૂરી છે.
સંશોધનકર્તાઓ અનુસાર એક્સબીબી.૧.૫ સબ વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીનમાં નવુ મ્યૂટેશન છે. ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર અનુસાર સ્પાઈક પ્રોટીનમાં એમિનો એસિડ રિપ્લેસમેન્ટ અને વાયરલમાં વૃદ્ધિ જાેવામાં આવી છે જે પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં મુખ્ય સમસ્યા બની છે. ગયા વર્ષે એક્સબીબી.૧.૫. વેરિઅન્ટે એક્સબીબી.૧ ને ઉત્પન્ન કર્યો હતો જેનું સ્પાઈક પ્રોટીનમાં રિપ્લેસમેન્ટ થવાના કારણે અમેરિકામાં ઝડપથી ફેલાયો હતો. સંશોધનકર્તાઓ અનુસાર તમામ દેશોએ વાયરસના પરિવર્તનો પર ગંભીરતાથી નજર રાખવી જાેઈએ. SS2.PG