Western Times News

Gujarati News

કિયારાના કાર કલેક્શનમાં સામેલ થઇ ૨.૭૦ કરોડની સુપર લક્ઝુરિયસ ગાડી

કિયારા ફિલ્મ સત્યપ્રેમ કી કથાને લઇને ચર્ચામાં છે

કિયારાની આ નવી કાર Mercedes-Maybach S-Class ની  શોરૂમ પ્રાઇસ ૨.૭૦ કરોડ છે

મુંબઈ, કિયારા અડવાણી આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં કિયારા કાર્તિક આર્યન સાથે જાેવા મળશે. તેની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ ૨૯ જીને રિલીઝ થશે. આ વચ્ચે કિયારા પોતાની નવી કારના કારણે ચર્ચામાં છે. કિયારા પોતાની નવી લક્ઝરી કારમાં મુંબઇના એક ડબિંગ સ્ટુડિયોમાં જતી જાેવા મળી હતી. કિયારા પાસે પોતાની બ્લેક કલરની મર્સિડીઝ છે. A super luxurious car is included in Kiara’s car collection

રિપોર્ટ્‌સ અનુસાર તેની આ કાર આશરે ૨.૭૦ કરોડ રૂપિયાની છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન બાદ કિયારાને આ કાર ગિફ્ટ કરી હતી. કિયારાની નવી કાર વિશે વાત કરીએ તો તે Mercedes-Maybach S-Class છે. તેની કિંમત ૨.૭૦ કરોડથી ૩.૭૩ કરોડની વચ્ચે છે. જેનું એન્જિન ૩૯૮૨થી ૫૯૮૦ cc પાવર અને ટાર્કનું છે. આ દરમિયાન કિયારા એકદમ સિંપલ લુકમાં સ્પોટ થઇ હતી.

તેણે વ્હાઇટ ટેન્ક ટોપ અને મેચિંગ શ્રગ સાથે પ્રિન્ટેડ પેન્ટ પહેર્યુ હતું. આ લુક સાથે કિયારાએ પોની ટેલ હેરસ્ટાઇલ અને નિઓન સ્લિપર્સ પહેર્યા હતાં. કિયારાએ બ્લેક સન ગ્લાસીસ પણ પહેર્યા હતાં. તેણે કેમેરા સામે ખુલીને પોઝ પણ આપ્યા હતા અને પાપારીઝને ફ્લાઇંગ કિસ પણ આપી હતી.

કિયારા આજકાલ પોતાની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ના પોસ્ટ પ્રોડક્શન વર્કમાં બિઝી છે. ફિલ્મનું ટ્રેલર અને પહેલુ સોન્ગ ‘નસીબ’ પણ રિલીઝ થઇ ચુક્યુ છે. સત્ય પ્રેમ કથા ફિલ્મ સાથે કાર્તિક અને કિયારા બીજીવાર સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા જઇ રહ્યાં છે. આ પહેલા કાર્તિક અને કિયારા ‘ભૂલ ભૂલૈયા ૨’માં એક સાથે જાેવા મળ્યાં છે. ફિલ્મ સત્ય પ્રેમ કી કથામાં કિયારા અને કાર્તિક ઉપરાંત સુપ્રિયા પાઠક કપૂર, ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિર્મિત સાવંત અને શિખા તલસાનિયા પણ મહત્વપૂર્ણ પાત્રો ભજવી રહ્યાં છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.