મીંઢોળા નદીમાંથી વિચીત્ર મોઢાની સરકમાઉથ કેટફીશ મળતા અચરજ
બારડોલી, સુરત જીલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામેથી પસાર થતી મીઢોળા નદીમાંથી એક અલગ પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની ઓળખ સકરમાઉથ કેટફીશ તરીકે થઈ હતી. જેને પ્લેકો ફીશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફીશ દક્ષીણ અમેરીકાની એમેઝોન નદીમાં જાેવા મળે છે.
મલેકપોર ગામે રહેતા પ્રકાશ પરસોતમભાઈ રાઠોડ મંગળવારના રોજ મીઢોળા નદીીમાં માછલી પકડવા ગયા હતા ત્યારે તેમની જાળમાં અએક અલગ અલગ પ્રકારશની માછલી આવી જતાં તે ગભરાય ગયા હતા. પ્રકાશ રાઠોડની જાળમાં અલગ પ્રકારની માછલી પકડડાયાની વાત વાયુવેગે પ્રસરતા પ્રકાશભાઈના ઘરે લોક ટોળું એકત્રીત થઈ ગયું હતું.
બનાવની જાણ થતાં બારડોલીની ફેડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડનું થતા સ્થળ પર જાેઈને માછલીનું નીરીક્ષણ કરતા આ માછલી સકરમાઉથ કેટફીશ હોવાનું સામે આવ્યું હતું. તેમણે કહયું કે આ માછલી નાની હોય ત્યારે ફીશટેન્કમાં રખાય છે.
તે પાણી ચોખ્ખું રાખે છે. પરંતુ તે મોટી થતાં જજ અન્ય માછલીઓનો શિકાર કરતી હોય છે. જેનેે કારણે તે ઈકો સીસ્ટમ માટે પણ જાેખમરૂપપ છે. આ માછલીની ખાસીયત એ છે કે તે એક દિવસ સુધી પાણી વગર અને પાંચ દિવસ સુધી ભુખી રહી શકે છે.
આ માછલી ત્રણ ફૂટથી પણ વધુ લાંબી થઈ શકે છે. આવી માછલી મીઢોાળા નદીમાં મળવી એ ચિતાજનક બાબત છે.
માછલીઘરમાં મુકવા માટે કોઈ લાવ્યું હશે પરંતુ મોટી થઈ જતાં અન્ય માછલીને નુકશાન પહોચાડતી હોય કોઈએ નદીમાં છોડી દીધી હોવાનું અનુમાન છે. કારણ કે માછલી ભારતના જળસ્તરોમાં જાેવા મળતી નથી. તે દક્ષીણ અમેરીકાની એમેઝોન નદીમાં જાેવા મળે છે.