ખેતરમાં ઉગાડેલા ગાંજાના છોડના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
હાલોલ, પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એસ ઓ જી ની ટીમ હાલોલ તાલુકા વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી દરમ્યાન બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ખરેટી ગામના પાણી મહુડા ફળિયામાં રહેતા ઉદેસિંહ ભાઈલાલ ભાઈ બારીયા પોતાના કબજા ભોગવટા નાં ખેતરમાં ગેર કાયદેસર રીતે લીલા ગાંજા નાં છોડ ઉગાડી નાર્કોટિક્સ ને લગતી ગેર કાયદેસર રીતે પ્રવુંતી કરે છે જે બાતમીને લઇ પોલીસ ની ટીમે કાયદેસર રીતે કાર્યવાહી હાથ ધરી બાતમી વાળી જગ્યા પર છાપો મારતાં ગાંજા નાં છોડ નંગ ૪ એનું વજન ૧૧.૭૯૦ કિલો ગ્રામ તથા ગાંજાનાં છોડના ડાળખા નંગ ૧૪ નું વજન ૯.૧૦૦ કિલો ગ્રામ તથા ગાંજા નાં સૂકા અને લીલા પાંદડા ની ડાળીઓ નું વજન ૨.૪૪૦ કિલો ગ્રામ મળી કુલ ૨૩,૩૩૦ કિલો ગ્રામ ગાંજા નો જથ્થો રૂ.૨,૩૩,૩૦૦ નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઉદેસિંહ ભાઈલાલ બારીયા ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.