નડીયાદમાં પાન પાર્લરમાંથી જુદી જુદી બ્રાન્ડની વેપ ઈ-સીગારેટ સાથે એક ઇસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી ખેડા-નડીયાદ જીલ્લામાં ચાર્ટર સંબંધી અસર કારક કામગીરી કરવાની હોય જે સુચના અનુસાર પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા અહેડકો હેમંતકુમાર, વનરાજભાઇ, જીગ્નેશભાઇ તથા દશરથભાઇ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેમંતકુમાર તથા વનરાજભાઇ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે વાણીયાવાડ સર્કલ પાસે આવેલ ડંકાવાલા પાન સેન્ટર નામની દુકાનમાં ઇ-સીગારેટ (વેપ) તથા લીકવીડ નીકોટીન વાળો જથ્થો ભારત બહારથી મંગાવી પોતાની દુકાનમાં સંગ્રહ કરી પોતાના ગ્રાહકોને ઇ-સીગારેટ ના સ્વરૂપમાં ગેરકાયદેસર રીત વેચાણ કરી રહેલ છે ” જે મુજબની બાતમી હકીકત આધારે પોલીસ તથા પંચોના માણસોને સાથે રાખી રેઇડ કરતા આરોપી નામે જીતેન્દ્ર અરજણભાઇ વાઘમશી ઉ.વ. ૩૯ ધંધો-વેપાર રહેવાસી – વિધુતનગર, રિલાયન્સ મોલની સામે, કિડની રોડ, નડીયાદ, તા-નડીયાદ જી-ખેડા નાઓ પોતાની પાન પાર્લરની પોતાની માલીકીની દુકાનમાંથી વગર લાયસન્સે જુદી જુદી બ્રાન્ડની વેપ ઈ-સીગારેટલિક્વીડ ચાર્જેબલ તથા રીચાર્જેબલનો જથ્થો જેના ઉત્ પાદન, ખરીદ,વેચાણ તથા સ્ટોરેજ માટે ભારત સરકાર તરફથી પ્રતિબંધ કરેલ હોય સદરહું ઇસમે પોતાની દુકાનમાં જુદી જુદી કંપનીના વેપ ઈ-સીગારેટ લિક્વીડ ચાર્જેબલ તથા રીચાર્જેબલ જે તમામ નિકોટીન યુક્ત જુદી જુદી ફલેવરની રીફીલો કુલ નંગ-૧૫ કુલ્લે કિં.રૂ.૧૬,૫૦૦/- મુદ્દામાલ સાથે એસ.ઓ.જી ખેડા-નડીયાદ નાઓએ પકડી પાડેલ જેથી સદર આરોપીના વિરૂધ્ધમાં ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ (પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડર્વટાઇઝમેન્ટ) એક્ટ-૨૦૧૯ ની કલમ-૪,૫,૭,૮ ગુનો નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ વી.એ.શાહ પો.સબ.ઇન્સ એસ.ઓ.જી ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.